દુનીયા માં સહું થી ચોખ્ખું પાણી ક્યાં મળે???
હું કહું???આંખ માં!!!
આપણે તેને આંસુ કહીએ છીએ..
સાથે હસી ને વિતાવેલા સમય નાં સાક્ષી ઓ છૂટા પડતાં પળવાર વિચાર નહિ કરે,,,
જ્યારે સાથે બેસી ને રડેલા હમેશાં એક બીજા નો હાથ જોર થી પકડી ને રાખશે ને જલદી છૂટા નહી પડે,,,
મારી દ્રષ્ટિ એ રડી તે જ શકે જે સહું થી મજબૂત છે,,,
માત્ર હસતાં કે હસાવવા નો દાવો કરતાં માણસો,,
અંદર થી મેં ખોખલા જોયા છે ને ઢોંગી પણ ,,
છુટ થી રડી શકનારા માણસો ખુલી બાંહે જિંદગી ને આવકારતા મેં જોયા છે,,,
ખોખલું હસવું એના કરતાં ભરચક રોવું જીવન પ્રદ છે,,,
અંદર નો મુંઝારો જ્યારે પોક બની ને બહાર આવે છે,,
ત્યારે અંદર થી સંભાવના નુ આખું આકાશ બહાર આવી જાય છે,,,
ચહેરા પર તાણી ને બાંધેલી કડકાઈ, સખ્તાઈ, મજબૂતાઇ,
જ્યારે પુરુષ ની આંખો માં મને આંસુ બની ને બહાર આવતી દેખાઈ છે ત્યારે પુરુષ નાં રૂઆબ એમા મને માણસાઈ ભળતી દેખાઈ છે,,,
રડવું જાત કે જાતિ જૉઇ ને નથી આવતું,,
રડવું, રડી નાખવું કે રડવું આવી જાવું એ સ્વભાવ નથી હોતો,,
એ અંદર થી કણસતો અભાવ હોઇ છે ને બહાર થી કનડતો પ્રભાવ હોઇ છે ,,
રુદન એ રુદન છે એ પુરુષ કે સ્ત્રી નુ નથી હોતું,,,
આંસુ ઓ નું કોઈ જેન્ડર નથી
જે કોઈના આંસુ ની મજાક ઉડાવે છે તે ખરેખર પોતાનાં ઉછેર ની મજાક ઉડાવે છે,,,
જે આંસુ ઓ ને હસવા માં કાઢે છે તે ખરેખર પોતાની જાત ને હસવા માં કાઢે છે,,,
જેની આંખ માં આંસુ નથી તેની પાસે ખરેખર જિંદગી નથી...
જય માધવ 🙏