..." અડધી ગઈ ને અડધી રહી છે બાકી "
અડધી જ ગઈ છે, અડધી ગણવાની રહી છે બાકી. 
હજુ તો પચાસ થયાં, સદી કરવાની રહી છે બાકી.
આંટીઘૂંટીઓમાં જ ગુંચવાતી રહી છે આ જિંદગી, 
ચગડોળે ચડેલી જિંદગી, સંવારવાની રહી છે બાકી. 
દુનિયાદારીની ભીડમાં મિત્રો છુટ્યાં એક પછી એક, 
મિત્ર સંગાથે હજુ જિંદગી, જીવવાની રહી છે બાકી. 
બચપણ વીત્યું મોજે, જવાની વીતી જવાબદારીમાં, 
ઘડપણ પેલાં આધેડ ઉંમ્ર, માણવાની રહી છે બાકી. 
પહોંચ્યો છું હજુ તો, જીવન સફરના મધ્યાન્તરે હું, 
"વ્યોમ" સુધીની મારે, સફર ખેડવાની રહી છે બાકી. 
નામ:-✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.