"મા તે મા"....
🙏🏿
જીવન ખૂબ કિંમતી છે.જનેતાએ નવ માસ તેના ઉદરમાં સાચવ્યો,કેટકેટલી ભાવતી વસ્તુ ત્યજી, મનને ફાવે ત્યાં રખડવાનું છોડ્યું,કંચન જેવી કાયા ને નવ માસ સુધી કપડે ઢાંકી રાખી ઘરમાં જ રહેવું પડ્યું,યમ નિયમ મુજબ ચાલવું પડ્યું,ડોક્ટરની સલાહ મુજબ અણગમતી દવા ઈન્જેકશન લેવાં પડ્યાં,સખી સહેલીઓ સાથે લગ્ન,પ્રવાસ છોડવું પડ્યું,એથી વધુ અસહ્ય પીડા અને નવ માસ સુધી વજન લઇ ફરવું પડ્યું,સૂતી વખતે પડખું ફેરવવા માટે સાવચેતી રાખવી પડી અને સૌથી ખતરનાક કે સીઝેરિયન થયું હોય તો પેટ ચિરાવવું પડ્યું જે તેના સૌંદર્ય ઉપર કારમા ઘા સમાન હતું.તે પછી પણ ચાર વરસ સુધી ધાવણ કરાવવું પડ્યું.છાતીનું સૌંદર્ય ગુમાવવું પડ્યું જે સ્ત્રીનું સૌથી મોંઘુ ઘરેણું કહેવાય તે તેના બાળકને માટે બાળક ઈચ્છે ત્યારે ધવડાવવું પડ્યું.એ બાળક માં ની જોડે હોય ત્યારે ગમે ત્યાં હાથ પગ વડે અજાણતા લાત મારે છતાં સહન કરવું પડ્યું,તેના ઊંઘવા જાગવા રમવાના સમયે સમય આપવો પડ્યો,આખો દિવસ ગમે તેવા થાકને ત્યજી ઊંઘ પોતાને આવતી હોવા છતાં જાગવું પડ્યું,તેની ઊંઘ,આરામ બધું હરામ કરીને માં એ બાળક ઉપર બધુંજ ધ્યાન કેન્દ્રિત કર્યું.મોટું થાય ત્યાં સુધી ફળિયું, સ્કૂલ સુધી કાયમ મુકવા લેવાં જવું,તેની જીદ પુરી કરવી,બીમાર હોય તો કપડાં ગંદા સાફ કરવાં પડ્યાં આવાં અનેક કામોમાં માં આપણી એમનું જીવન ભૂલી ગઈ અને મોટો થયેલો બાળક એવું બોલે "મમ્મી! તેં મારા માટે શું કર્યું"????
મા વિના સૂનો સંસાર જેમ ગોળ વિના મોળો કંસાર,મા તે મા બીજા બધા વગડાના વા,જે કર ઝુલાવે પારણું તે જગત શાસન કરે,ઘોડે ચડનાર બાપ મરજો પણ દળણું દળનાર મા ના મરજો,જેને મા નથી તેને ચારેય દિશાના વા વાય,મા વિનાનું આંગણું અને બાળક વિનાનું ઘર સ્મશાન સમાન આવી અનેક ગુજરાતી ઉક્તિઓ મા નું મહત્વ સમજાવે છે.
માટે મોટાં થયેલાં સંતાનોએ માં-બાપનું માન સન્માન જળવાય તેવું વર્તન કરવું જોઈએ.તમેં પણ એક દિવસ માં કે બાપ બનવાનાં જ છો આ વાત મગજમાં રાખો.
🌺સવારની શુભકામના🌺
- સવદાનજી મકવાણા (વાત્સલ્ય)