The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
original "રૂબિક્સ ક્યુબમાં જ્યાં સુધી વચલો કલર ન મળે ત્યાં સુધી પઝલ ઉકેલાતી નથી; બસ જીવનનું પણ એવું જ છે, આખી દુનિયા ફરી લો કે ગમે તેટલું મેળવી લો, પણ જ્યાં સુધી તમારું પોતાનું 'સેન્ટર' (સાચું લક્ષ્ય) નહીં શોધો, ત્યાં સુધી બધું જ અપૂર્ણ લાગશે." - હીના (ઢમક)
નાનપણમાં સ્વજનોના ખોટા સ્નેહને પણ સાચો સમજતા હતા. પણ હવે પોતાના ઓની, થોડીક ઔપચારિક સંભાળ પણ, સાવ ખોખલી ને નિરર્થક લાગે છે. છતાંય, બધું જ જ્યારે આટલું સ્પષ્ટ સમજાઈ જાય છે, ત્યારે એ સત્ય પણ ક્યાં..... ક્યારેક મન ને ગમે છે? ઢમક
મા, શું હું તને પાછી બોલાવી શકું? મારા ઘરના પાછળના દરવાજેથી, તું આવીને મને પૂછજે, “મારી દીકરી, તું કેમ છે?” “બાળકોને સ્કૂલે મોકલી દીધા? કંઈ ખાધું કે નહીં? તારી તબિયત બરાબર છે ને?” મા, તારા આ નાના-નાના સવાલો આજે પણ મને બહુ યાદ આવે છે. મા, તું મને બહુ યાદ આવે છે, મને તારી સંભાળની જરૂર છે, આ દુનિયાથી જ્યારે થાકી જાઉં, મને બસ તારી જ જરૂર છે. શું મા, હું તને પાછી બોલાવી શકું? એક વાર ફરી મને “મારી દીકરી” કહીશ? એક વાર મારા માથે હાથ મૂકીને, મને તારા પાલવમાં લઈશ?
maa.
"કોરા કાગળ પર ફરિયાદ લખાય, કલમ ચાલે આપોઆપ; પાના કાયમ લખાઈને ભરાય, પણ ઉકેલ ના આવે કોઈ બાપ!" d h a m a k
ભીડ વચ્ચે એકલતા બધા છે સાથે તોયે, એકલી રહી જશે, સંબંધોના આ મેળામાં, એકલી રહી જશે. રોજ મળે છે ચહેરા હજારો માર્ગો પર, પણ ભીડમાં પણ એક દિવસ, એકલી રહી જશે. જેને સાચવ્યા એણે હૃદયના ખૂણામાં, એ જ હાથ છોડીને એક દિવસ, એકલી રહી જશે. સરનામું શોધતી ફરશે પોતાની જ છાયાનું, ઘરથી ભરેલા ઘરમાં પણ, એકલી રહી જશે. જીવનનો આ અંતિમ સત્યનો પંથ છે, સૌને અલવિદા કહીને, એકલી રહી જશે. છેવટે એકલી રહી જશે Dhamak
You say either and I say either, પુરુષ: તમે કહો 'આમ' ને હું કહું 'તેમ', સ્ત્રી: તમે કહો 'કેમ' ને હું કહું 'એમ'; બંને સાથે: આમ... તેમ... કેમ... એમ..😂 હાલને હવે, આ બધું માંડી વાળીએ! પુરુષ: તમને ભાવે ટામેટા ને મને ભાવે ટમાટા, સ્ત્રી: તમને ભાવે બટાકા ને મને ભાવે બટેટા; બંને સાથે: ટામેટા... ટમાટા... બટાકા... બટેટા... હાલને હવે, આ બધું માંડી વાળીએ! સ્ત્રી: પણ અરે બાપલીયા... જો આપણે નોખા પડશું, તો તો મારું હૈયું સાવ ભાંગી જાશે! પુરુષ: એટલે તને ગમે હસવું ને મને ગમે ખડખડાટ, તો હું મારું હસવું મૂકીને તારો રાખીશ ખડખડાટ; સ્ત્રી: આપણું ભેગા રહેવું જ બરાબર છે, બંને સાથે: તો હાલને વાલા... આ બધું માંડી નથી વાળવું!🤣😂 ગુજરાતી કાવ્યાનુવાદ: હીના (Heena) You say either and I say either, (Lyricist): આઇરા ગર્શવિન (Ira Gershwin)
જેનું મન ભાંગી જાય છે, તેને કશુંય સારું નથી લાગતું અને ક્યાંય ગમતું પણ નથી. પછી ગમે તેવો તહેવાર હોય, ગમે એટલો સારો પ્રસંગ કે વ્યવહાર હોય, અથવા આસપાસ ગમે તેટલા પોતાના માણસો હોય, તેનું મન ક્યાંય લાગતું નથી. Dhamak
દીકરી જ્યારે પોતે માં બને છે, ત્યારે પોતાની માની કદર થાય છે, તેનાથી પોતાનું બાળક સચવાતું નથી અને તેને મા યાદ આવે છે. મા,ને મળવાની તીવ્ર ઈચ્છામાં તે પાછી ભૂતકાળમાં પહોંચી જાય છે.
આજથી નવી વાર્તા શરૂ કરી છે કેટલા ટાઈમ થિ વાર્તા લખી નથી આઇ હોપ કઈક સારું લખી શકુ. એક બે દિવસમાં રિલીઝ થઈ જશે ટાઈમ ટ્રાવેલિંગ પર ર્વાતા છે.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser