The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તું થઈશ નારાજ મારાથી તો સંગીત ની ધૂન બની તારા મન મસ્તિષ્ક પર હું સૂર બની રેલાઈશ.....❣️❣️ તું રહીશ મદહોશ મારા સૂર સંગીત નાં બંધન માં તો તારા માટે પ્રેમસભર ગઝલ બનાવીશ.....❣️❣️ તું કરીશ નયન બંધ તો એને મારી નજર થી જોવા હું પાપણો ને ખોલવા મધુર ધૂન સજાવીશ.....❣️❣️ તું સૂરજ ના તાપથી બચવા પડછાયા નો સહારો લઈશ તો હું મારા પાલવનો છેડો ફેલાવીશ.....❣️❣️ તું જ્યારે મૌન તોડી વાચા આપીશ ત્યારે તારા શબ્દો ના સ્પર્શથી હું મારુ મન મહેકાવીશ...❣️ ❣️સંગીતની ધૂન લાગે મને પ્યારી 🌹 ❣️જ્યારે તું બોલે મીઠી વાણી...🌹🌹 ❣️તારા એ શબ્દો ની કવિતા રચાય..🌹 ❣️ને મારા મુખથી તારા માટે વાહ લખાય🌹🌹🌹🌹🌹🌹
મુખડુ તારુ જોઈ હુ નિહાળીશ કૃષ્ણ પ્રેમ ની વ્યાખ્યા.. સર્વ જગતને લાગી તારી લાગણીઓની મોહમાયા.. સંસાર નું સુખ તો રણ ના ઝાંઝવા નીર જેવું હું મનથી હારી.. મને તો તારી લગની લાગી ને હું તારા પ્રેમ ની બલિહારી.. તારુ રૂપ ભુલાવી ગયું બધુ ભાન હું તો તારા શ્યામ રંગમાં રંગાઈ.. શ્યામ તારી મોહક મોરલીની ધૂન આજ મારુ ભાન ભૂલાવી ગઈ .. good morning જય શ્રી કૃષ્ણ shital ⚘️
વ્હાલમ ને યાદ કરી હું હર સમયે સ્મિત વેરુ!🌹 પાસ નથી તોય સાથે હોય એવું લાગે વ્હાલમ!🌹 મનનો સંમદર ઘુઘવતો હું ક્યાં જઈ છલકાઉ!🌹 આવે વ્હાલમ પાસે તો હું એના પર હેત વરસાઉ!🌹 તારી સાથેના શબ્દોનાં સંવાદ મુજને સ્પર્શી ગયા!🌹 તુ જલ્દી આવ વ્હાલમ આંખો તુજને જોવા તરસે!🌹 હોય સાથ તારો ને મારો ને આ સુંદર ઘાટનો નજારો!🌹 બનારસની એ હવા જયાં હર તરફ છલકે છે પ્રેમ!🌹 મન મારુ હરખાઈ જાય જયારે જોવ તને ગંગાના પ્રવાહમાં!🌹 shital ⚘️
💫તારી એક મુસ્કાન માટે મને તારી. સામે હારી જવું ગમશે... 💫તારી એક મીઠી યાદ માટે મને હર પલ તારી વાતો યાદ કરવી ગમશે... 💫તારી એક ઝલક માટે મને તારા સપનામાં પણ વિહરવું ગમશે... 💫તારી હર ખુશી માટે મને મારા દુઃખ ભૂલી તારી ખુશીઓમાં સમાવું ગમશે.. 💫તારા હર એહસાસ માટે મને મારી. લાગણીઓ વ્યક્ત કરવી ગમશે.. 💫તારી સાથે જીવન ના હર એક પથ પર હંમેશા ચાલવું ગમશે... 💫તારા પ્રેમ ભર્યા વ્હાલ માટે મને તારા સ્પર્શ ના આલિંગન માં સમાવું ગમશે...!! shital ⚘️
कुछ सोच के लीए पंख लगाके उड जाते है, इचछाओ का आसमान खुद से जी जाते है, पर कभी कभी अपने ही पंख काट के गीरा के चले जाते है। shital ⚘️
પ્રેમ ના અનોખા રંગ ની સફર કરી છે મે તારી સંગ.., કુદરત પણ મહેરબાન થઈ છે આજ મારા પર હરેક પ્રકૃતિ ખીલી છે સંગ.., મારી એક એક પંક્તિઓને વાચા મળી છે અનોખા એહસાસમાં તારી સંગ., શબ્દે શબ્દે તને મે યાદ કર્યો છે અનોખા સુંદર સફરમાં છે તારો સંગ.. ચાહત મારી દિલની પૂરી થઈ છે તારા પ્રેમ ભર્યા સફર સંગ !!!!! shital ⚘️
✨️તું એટલે .....: મારા પ્રેમ ના શબ્દનો આરંભ, ✨️ મારા પ્રેમ ના શબ્દોમાં તારી હાજરી, ✨️ મારા શબ્દોની શાયરીઓમાં તારી લાગણીઓ , ✨️ મારા કોરા કાગળમાં ઉતારેલું તારુ પ્રેમ નું ચિત્ર, ✨️ મારી કલમ ને બસ તારા માટે લખવાનો જ પ્રેમ , ✨️ મારા હરેક શબ્દોની રચના માં વ્હાલમ તારો સ્નેહ , ✨️ મારા ગુલાબી સપનામાં રોજ તારી હાજરીનો એહસાસ, ✨️ મારી અગણિત પળોની આશા નું એક કીરણ, ✨️ મારા પ્રેમ નાં આલિંગન માં સમાઈ જતી કવિતા, ✨️ મારા અસ્તિત્વમાં તારા પડછાયાની હાજરી, ✨️ સવાર થી લઈ રાત સુધી મારા એકાંતમાં સતત તારા હોવાનો એહસાસ!! shita ⚘️
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser