કેનવાસ
એક કેનવાસ હું, રંગોથી ખરડાયેલો,
અનંત પડ ચડ્યા, હવે મેલો દેખાયેલો.
સફેદ કોરો થવાની તમન્ના જાગે મનમાં,
નવા રંગો હવે નથી ઠરતા મારા તનમાં.
ઈચ્છા થાય કોરો કટ થાઉં ફરીથી હું,
પણ આ મેલો ઘેલો રૂપ, લાગે અણગમતો સહુને.
કુરુપ કેનવાસ જાણે હું બની ગયો આજે,
તોયે કોરા કટ થવાની જિજ્ઞાસા મનમાં જાગે.
હું એક મેલો ઘેલો રંગોથી ખડાયેલો કેનવાસ
સારાંશ ટૂંકમાં:
કવિતા એક એવી વ્યક્તિની વાત કરે છે જે પોતાના ભૂતકાળના અનુભવોથી બોજ અનુભવે છે અને ફરીથી નવી શરૂઆત કરવા માટે કોરો કેનવાસ બનવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે, ભલે વર્તમાન સ્થિતિ નિરાશાજનક હોય તો પણ તેના મનમાં નવી આશાની જિજ્ઞાસા રહેલી છે.