અંતે સુઇ ગયો હું, હવે મને જગાડતા નહીં,
કહેવું હતું કૈઇક, તો પહેલાં તમે કેમ ના જાગ્યાં,
અંતે ભાગી ગયો હું, હવે મને બોલાવતાં નહીં,
કહેવું હતું કૈઇક, તો પહેલાં તમે કેમ ના બોલ્યાં,
અંતે ખાલી રહ્યોં હું, હવે મને આપતા નહીં,
કહેવું હતું કૈઇક, તો પહેલાં તમે કેમ ના આપ્યું,
અંતે છોડી ગયો હું, હવે મને શોધતાં નહીં,
કહેવું હતું કૈઇક, તો પહેલાં તમે કેમ ના શોધ્યો,
અંતે સુઇ ગયો હું, હવે મને જગાડતા નહીં,
કહેવું હતું કૈઇક, તો પહેલાં તમે કેમ ના જાગ્યાં..
મનોજ નાવડીયા