"સંવેદના"
➖️➖️➖️
અંધારાને ઉલેચી,ઉલેચી,લાવ પ્રકાશને ભરુ.
આવી મથામણ હું,કર્યા કરું.
લીલા ખેતર મૂકી રણમાં ચરું
હવાને આલિંગન આપી પોતાની કરું.
ફોરમને,ફ્રેમમાં જડી તસવીર ભરુ.
આવી મથામણ હું,કર્યા કરું.
ચાલ એક સ્વપ્ન સાકાર કરું.
ખાલી ખાલી નદીમાં તરુ.
પડેલી છાયાને પકડી પાડું.
તે આગળ હું પાછળ પાછળ.
પામર બની પીછો કર્યા કરું.
આવી મથામણ હું,કર્યા કરું.
મૃત શરીર પર સમયનું ચક્ર ફરતું.
જીવન ક્રમશઃ એમ ચાલ્યાં કરતું.
નિરાકાર કોઈ,દુર મરક મરક હસતું.
ટાણું આવે ને,એમ જ પાછું ફરતું.
પીછો કરી પલને પકડીયા કરું.
આવી મથામણ હું કર્યા કરું.
બનાવું પાંપણ પર અશ્કનાં તોરણ.
ફેશન ન માનો એને,
એ છે,"સંવેદના"નું ડોલર.
એકલતાંનાં ઢગલાં પર ભાંગી પડું.
ને ભૂમિ પર ડોલર વેર્યા કરું.
આવી મથામણ હું કર્યા કરું.
અહેસાસને આકાર આપું.
આની છાપામાં જાહેરાત છાપુ.
એવો રેકોર્ડ હું,તોડ્યાં કરું.
અંધારાને ઉલેચી,ઉલેચી,લાવ પ્રકાશને ભરું.
આવી મથામણ હું,કર્યા કરું.
✍️જયા.જાની.તળાજા."જીયા"