Quotes by Dhara Vipul Patel in Bitesapp read free

Dhara Vipul Patel

Dhara Vipul Patel

@dharavipulpatel2593


જિંદગીમાં અમુક વળાંકો આપણને અર્થવિહીન લાગતા હોય છે, પણ એના કારણો સમય જતા સમજાતા હોય છે.💞

-dh@r@✍️

તને ખબર છે, હું તને રોજ મળું છું.
ક્યારેક ખુલ્લી આંખે,તો ક્યારેક બઁદ આંખે. 💞

-dh@r@✍️

તને મળીને શું કરું?
સવાલ તારા દેખાય છે,
પણ જવાબ સાબિત કરી શકું એમ નથી.

તને મળીને શું કરું?
પાંપણ તારી ભીની દેખાય છે,
પણ એને કોરી શકું એમ નથી.

તને મળીને શું કરું?
ધબકારા ધબકતા સંભળાય છે,
પણ તને ભેટી શકું એમ નથી.

તને મળીને શુ કરું?
ખોવાનો ડર ડંખતો દેખાય છે,
પણ તારો હાથ પકડી શકું એમ નથી.💞

-dh@r@✍️

Read More

વિશ્વાસ જયારે ઝોલા ખાય ત્યારે,
સબઁધ વેન્ટિલેટર પર જીવે છે.💞

-dh@r@✍️

ख़्वाहिशें है तुमसे मिलने की,
पर जब याद आता है,
मंजिल ही अपनी नहीं है,
फिर दिल वही थम् सा जाता है|💞

~dh@r@✍️

"સ્વીકાર" શબ્દ નો સ્વીકાર જયારે સરળ બની જાય,

જિંદગી સરળ બની જાય.💞

-dh@r@✍️

તારી આંખો જોવું, સમણાની કિંમત સમજાય,
તારા હોઠ ને વાંચું, મારાં નામ નો શોર સંભળાય,
તારા હાવભાવ જોવું,મળવા માટેની આતુરતા દેખાય.

ટૂંક માં,
તને નીરખું,પ્રેમની ભાષા વંચાય. 💞

-dh@r@✍️

Read More

જ્યાં વિશ્વાસ અને સ્નેહ ની અતૂટ દોર હોય ત્યાં,

વચન ની જરૂર નથી પડતી. 💞

-dh@r@✍️

ચંચળ મન ને ખબર જ છે કે,
તું નહીં મળે,
છતાં..

આંખો ખબર નહીં કેમ તને શોધ્યા કરે છે. 💞

-dh@r@✍️

ઘણી વાર દેખતા લાગે છે કે,
માણસ સંઘર્ષ કરે છે,
પણ વાસ્તવ માં તપસ્યા તો મન ની હોય છે.💞

-dh@r@✍️