Quotes by ધબકાર... in Bitesapp read free

ધબકાર...

ધબકાર... Matrubharti Verified

@rohit123
(3.2k)

૧૮) અસ્તુ...

યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી.તે કરવાજ જોઈએ. યજ્ઞ, દાન અને તપ ફળની ઈચ્છા રહિત કરવામાં આવે તો તે મનુષ્યને પવિત્ર બનાવે છે.

નિયત કર્મોનો ત્યાગ કરવો યોગ્ય નથી.તેના મોહથી પરિત્યાગ કરવો તેને તામસ ત્યાગ કહેવાય છે.

કર્મ દુઃખરૂપ છે, એમ માની શરીરના કલેશના ભયથી તેનો ત્યાગ કરવો તે રાજસ ત્યાગ કહેવાય છે. એ રીતે રાજસ ત્યાગ કરીને તે પુરુષ ત્યાગના ફળને પામતો નથી.

હે અર્જુન આ કરવા યોગ્ય છે, એમ નિશ્વય કરીને સંગ તથા ફળનો ત્યાગ કરીને જે નિત્યકર્મ કરવામાં આવે છે તેને સાત્વિક ત્યાગ માનેલો છે.

હું આ કર્મ કરું છું.એ પ્રકારની જેને ભાવના નથી, જેની બુદ્ધિ લેપાતી નથી તે જ્ઞાનનિષ્ઠ આ પ્રાણીઓનો વધ કરી નાખે તો પણ તે વધ કરતો નથી.અને તે વધના દોષથી બંધાતો નથી.

હે પાર્થ ! જે બુદ્ધિ પ્રવૃતિને તથા નિવૃત્તિને તેમજ કાર્ય તથા અકાર્યને, ભય તથા અભયને, બંધન તથા મોક્ષને જાણે છે તે બુદ્ધિ સાત્વિક છે.

હે પાર્થ ! જે બુદ્ધિ ધર્મને તથા અધર્મને, કાર્ય તેમજ અકાર્યને યથાર્થ રીતે નહિ જાણે તે બુદ્ધિ રાજસી છે.

હે પાર્થ ! તમોગુણથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ છે એમ માને છે તથા સર્વ પદાર્થોને વિપરીત માને છે, તે તામસી બુદ્ધિ છે.

જે આ પરમ ગુહ્યજ્ઞાનનો મારા ભક્તોને ઉપદેશ કરશે તે મારા વિષે પરમભક્તિ પ્રાપ્ત કરીને મને જ પામશે,એમાં સંશય નથી.

જે પુરુષ શ્રદ્ધાવાન તથા ઈર્ષ્યા વિનાનો થઈને આ ગીતાશાસ્ત્રનું શ્રવણ કરે છે તે પણ મુક્ત થઈને પુણ્યકર્મ કરનારાને પ્રાપ્ત થતાં શુભ લોકોને પામે છે.

ધબકાર...

Read More

૧૭) સાત્વિક, રાજસિક, તામસિક

સર્વને પોત પોતાના પૂર્વ સંસ્કાર પ્રમાણે શ્રદ્ધા ઉત્પન્ન થાય
છે, આ સંસારી જીવ શ્રદ્ધામય હોય છે તેથી મનુષ્ય જેવી
શ્રદ્ધાવાળો થાય છે,તેવી જ તે યોગ્યતાનો કહેવાય છે.

જેઓ સાત્વિક હોય છે, તેઓ દેવોનું પૂજન કરે છે.
જેઓ રાજસ હોય છે તેઓ યક્ષો-રાક્ષસોનું પૂજન કરે છે
અને તામસ હોય છે તે ભૂતગણો- પ્રેતોનું પૂજન કરે છે.

આયુષ્ય, બળ, સત્વ, આરોગ્ય,સુખ, રુચિને વધારનારા
રસદાર, ચીકાશવાળા, દેહને પૃષ્ટિ આપનારા, હદયને
પ્રસન્નતા આપેએ આહારો સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે.

અતિશય કડવા,ખારા, ખાટા, ગરમ, તીખા, રુક્ષ, દાહક
તથા દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરે તેવા આહાર
રાજસોને પ્રિય હોય છે.

કાચુપાકું, ઉતરી ગયેલું, વાસી, ગંધાતું, એંઠું તથા
અપવિત્ર અન્ન તામસી પ્રકૃતિના મનુષ્યને પ્રિય લાગે છે.

ફળની કામના ન રાખનાર મનુષ્ય, પોતાનું કર્તવ્ય છે એમ સમજીને મન થી નિશ્વય કરી જે શાસ્ત્રોકતવિધિ પ્રમાણે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ કહેવાય છે.

ફળની ઇચ્છાથી કે કેવળ દંભ કરવા માટે જે યજ્ઞ કરવામાં આવે છે તે રાજસયજ્ઞ કહેવામાં આવે છે, એમ તું સમજ.

શાસ્ત્રવિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત, દક્ષિણારહિત અને શ્રદ્ધારહિત જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ કહેવાય છે.

ફળની આશા વગર તથા સમાહિત ચિત્તવાળા પુરુષે શ્રેષ્ઠ શ્રદ્ધાથી ઉપરોક્ત ત્રણ રીતે આચરેલું તપ સાત્વિક તપ કહેવાય છે.

અને જે તપ પોતાની સ્તુતિ, માન તથા પૂજાના હેતુથી, કેવળ દંભથી કરવામાં આવે છે તેને રાજસ તપ કહેવાય છે.તે આ લોકમાં નાશવંત અને અનિશ્વિત ફળવાળું છે.

ઉન્મત્તતાથી દુરાગ્રહપૂર્વક પોતાના દેહને કષ્ટ આપી અથવા બીજાનું અહિત કે નાશ કરવાની કામનાથી જે તપ કરવામાં આવે છે તે તામસ તપ કહેવાય છે.

અશ્રદ્ધાથી હોમેલું, આપેલું, તપ કરેલું,તથા જે કંઈ કરેલું હોય તે અસત્ કહેવાય છે; કારણ કે તે આ લોકમાં કે પરલોકમાં ફળ આપતું નથી.


ધબકાર...

Read More

૧૬) દૈવી તથા આસુરી પ્રકૃત્તિ...

તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ, નમ્રતા વગેરે દૈવી
ગુણોવાળી સંપત્તિ સંપાદન કરી જન્મેલાને પ્રાપ્ત થાય છે.

દંભ, અભિમાન, ગર્વ, ક્રોધ, મર્મભેદક વાણી, અજ્ઞાન વગેરે
લક્ષણો આસુરી સંપત્તિમાં થયેલા મનુષ્યોમાં હોય છે.

દૈવી સંપત્તિ મોક્ષ, આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે.
હેપાંડવવિષાદન કર,તું દૈવીસંપત્તિ સંપાદનકરીજન્મેલ છે.

આ લોકમાં પ્રાણીઓના બે જ પ્રકારના સ્વભાવ છે. દૈવી
સ્વભાવ અનેઆસુરી સ્વભાવ,એમાં આ દૈવી સ્વભાવ છે.

આસુરી વૃતિવાળા માનવીઓ પ્રવૃત્તિ, નિવૃતિ સમજતા
નથીપ્રવિત્રતા હોતી નથી.આચારસત્યનો અભાવ હોય છે.

આવા નાસ્તિક મતનો આશ્રય કરીને પરલોકના સાધનોથી
ભ્રષ્ટ થયેલાં,આસુરી મનુષ્યોજગતના નાશ માટે પ્રવર્તે છે.

હું ધનવાન છું,હું કુળવાન છું, મારા જેવો અન્ય કોણ હોઈ
શકે? આઆસુરી મનુષ્ય અજ્ઞાનમાં મોહ પામેલા હોય છે.

જે શાસ્ત્રોક્ત વિધિ છોડી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે,
તેને સિદ્ધિ, સુખ અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી.

શાસ્ત્રમાં કહ્યા અનુસાર કર્મો જાણી લઈને તેનું આ
લોકમાં આચરણ કરવું એ જ તારા માટે ઉચિત છે.

ધબકાર...

Read More

૧૫) ગુહ્ય શાસ્ત્ર જ્ઞાન

સંસારરૂપી પીપળાના વૃક્ષનાં મૂળ ઉપર તરફ શાખાઓ
નીચે તરફ છે.એનો કદી નાશ થતો નથી.છંદોબદ્ધ વેદ એ
વૃક્ષના પાન છે. જે આ રહસ્ય ને જાણે છે તે વેદવત્તા છે.

પીપળાના વૃક્ષનું જે વર્ણન કર્યું છે, તેવું તેનું શુદ્ધ સ્વરૂપ
અનુભવાતું નથી.એનો અંત, આદિ તથા સ્થિતિ નથી.
આવા મૂળવાળા વૃક્ષને દઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે છેદીને

પરમ પદને શોધવું જોઈએ.જે પદને પામનારા ફરીને આ
સંસારમાં આવતા નથી. આ સંસાર વૃક્ષની અનાદિ પ્રવૃત્તિ
પ્રસરેલી છે એ આદ્ય પુરુષને જ શરણે હું પ્રાપ્ત થયો છું.

હું આ પૃથ્વીમાં પ્રવેશ કરી મારા સામર્થ્યથી સર્વ ભૂતોને
ધારણ કરુંરસાત્મક ચંદ્ર થઈને સર્વ ઔષધિઓને પોષું છું.

હું પ્રાણી દેહમાં પ્રવેશી પ્રાણ, અપાન ઈત્યાદિ વાયુમાં
મળીને જઠરાગ્નિ બની ચાર પ્રકારના અન્ન પાચન કરું છું.

સર્વના હદયમાં રહેલો છું. મારા વડે સ્મૃતિ જ્ઞાન બંનેનો
અભાવ ઉત્પન્ન થાય છે. સર્વ વેદો દ્વારા હું જાણવા યોગ્ય
છું.વેદાંતનો સિદ્ધાંત કરનાર તેનો જ્ઞાતા પણ હું છું.

જે સંમોહથી રહિત મને એ પ્રકારે પુરુષોત્તમ રૂપે જાણે
છે, તે સર્વજ્ઞ છે. અને તે સર્વ ભક્તિયોગથી મને ભજે છે.

હે ભારત ! મેં આ પ્રમાણે તને ગુહ્ય માં ગુહ્ય શાસ્ત્ર કહ્યું
એને જાણીને આત્મા જ્ઞાનવાન થાય અને કૃતાર્થ થાય છે.

ધબકાર...

Read More

૧૪) જીવાત્માના ગુણ બંધન...

જ્ઞાનનો આશ્રય લઈને જે મારામાં એકરૂપ થઇ ગયા છે,
તે સૃષ્ટિના કાળમાં જન્મતા, પ્રલયમાં વ્યથા પામતા નથી.

મૂળ પ્રધાન પ્રકૃતિ બ્રહ્મ મારું ગર્ભાધાન કરવાનું સ્થાન છે. તેમા હું ગર્ભ ધારણ કરું છું.સર્વ ભૂતોની ઉત્પતિ થાય છે.

સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયા છે. તેઓ શરીરમાં અવિનાશી જીવાત્માને બાંધે છે.

ત્રણ ગુણોમાં સત્વગુણ નિર્મળપણાને લીધે પ્રકાશ કરનાર, ઉપદ્રવરહિત સુખના સંગથી, જ્ઞાનના સંગથી બાંધે છે.

રજોગુણ આશા અને આસક્તિના સંબંધ થી જ ઉત્પન્ન થયેલો છે.જીવાત્માને કર્મ આસક્તિ દ્વારા દેહમાં બાંધેછે.

તમો ગુણને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો, સર્વ જીવાત્માઓને મોહમાંનાખનારોજાણ.જીવાત્માને પ્રમાદ,નિદ્રામાંબાંધે છે.

જે એકનિષ્ઠ ભક્તિથી મારી સેવા કરે છે, તે આ ત્રણે ગુણોને શ્રેષ્ઠ રીતે જીતી બ્રહ્મસ્વરૂપ થવાને યોગ્ય બને છે.

કેમ કે અવિનાશી અને નિર્વિકાર બ્રહ્મનું, સનાતન ધર્મનું અને શાશ્વત સુખનું સ્થાન હું જ છું. અત્ર તત્ર સર્વત્ર.

ધબકાર....

Read More

૧૩) ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ...

ભગવાન કહે: હે કોંતેય ! આ દેહ “ક્ષેત્ર ‘કહેવાય છે
તેને જાણે છે તે તત્વજ્ઞ મનુષ્ય “ક્ષેત્રજ્ઞ “કહેવાય છે.

સર્વ ક્ષેત્રો માં જે ક્ષેત્રજ્ઞ છે તે પણ હું જ છું એમ સમજ. ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ નું જે જ્ઞાન છે તે મારું શ્રેષ્ઠ જ્ઞાન છે.

અધ્યાત્મજ્ઞાન માં નિષ્ઠા રાખવી,તત્વજ્ઞાન નો વિચાર કરવો.આ જ્ઞાન છે. આનાથી વિરુદ્ધ છે તે અજ્ઞાન છે.

ક્ષેત્રરૂપ પરાપ્રકૃતિ, ક્ષેત્રજ્ઞરૂપ અપરા પ્રકૃતિ બંનેને તું નિત્ય જાણ, વિકારો, ગુણોને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા તું જાણ.

વિનાશ પામનારાં સર્વ ભૂતોમાં,સમભાવે રહેલા અવિનાશી પરમેશ્વર ને જે જુવે છે તે યથાર્થ જુવે છે.તે જ જ્ઞાની છે.

સર્વત્ર સમભાવે રહેલા ઈશ્વરને ખરેખર સમભાવે જોતો પુરુષ આત્મા વડે આત્મા હણતો નથી.પરમગતિ પામે છે.

હે ભારત ! જેમ એક સૂર્ય આ સર્વ લોકને પ્રકાશિત
કરે છે તેમ ક્ષેત્રજ્ઞ સર્વ ક્ષેત્ર ને પ્રકાશિત કરે છે.

જેવો ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ ના ભેદ ને એ પ્રમાણે જ્ઞાનરૂપી નેત્રો વડે અને ભૂતોના મોક્ષ કારણરૂપ જાણે તેઓ બ્રહ્મને પામે છે.

ધબકાર...

Read More

૧૨) મારો પ્રિય ભક્ત...

જેઓ મન એકાગ્ર કરી નિરંતર ધ્યાન ધરતાં શ્રેષ્ઠ શ્રધ્ધાથી
યુક્ત મને ઉપાસે તેમને મેં શ્રેષ્ઠ યોગવેત્તા ઓ માન્યા છે.

જેઓ મારા પરાયણ થઇ ને સર્વે કર્મો મને અર્પણ કરેછે અને મારુજ ધ્યાન ધરી શ્રધ્ધા ભાવ થી ઉપાસના કરેછે.

જેઓ પોતાનું ચિત્ત મને જ સમર્પિત કરી દેછે એવા મારા ભક્તોનો હું જન્મ-મરણ રૂપી સંસાર માંથી ઉદ્ધાર કરું છું.

યોગા અભ્યાસથી મને મેળવ, જો યોગ કરવામાં પણ તું અસમર્થ હોય તો મને ઉદ્દેશીને કર્મો કર સિદ્ધિ પ્રાપ્ત થશે.

અભ્યાસ કરતાં જ્ઞાન, જ્ઞાન કરતાં ધ્યાન, ધ્યાન કરતાં કર્મ ના ફળ નો ત્યાગ શ્રેષ્ઠ છે આમ કરી તું શ્રેષ્ઠ શાંતી મેળવ.

જેનાથી લોકોને સંતાપ નથી, લોક સંસર્ગથી જેને સંતાપ નથી, હર્ષ, અદેખાઈ, ભય, ઉદ્વેગ વગરનો તે મને પ્રિય છે.

મારામાં શ્રદ્ધા રાખી મારા પરાયણ થઈ જે ભક્તો અત્યાર સુધીમાં વર્ણવેલા ધર્મ અમૃત નું સેવન કરે તે મને પ્રિય છે.

ધબકાર...

Read More

૧૧) વિશ્વસ્વરૂપ દર્શન....

પરમેશ્વર ! આપના સ્વરૂપનું જેવું આપે વર્ણન કર્યું છે તે યથાર્થ જ છે. હે ઈશ આપનું ઈશ્વરી રૂપ જોવા ઈચ્છું છું.

અનેક મુખ તથા આંખોવાળું, અનેક અદભુત દર્શનવાળું, અનેક દિવ્ય આભુષણ અનેક ઉગામેલા દિવ્ય આયુધોનું.

તે સમયે અર્જુને દેવાધિદેવ શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપમાં અનેક વિભાગોમાં વિભક્ત સર્વ જગત ને સ્થિત જોયું.

હે વિભુ ! રુદ્ર, આદિત્યો, વસુઓ, સાધ્ય દેવો, વિશ્વદેવો, અશ્વિનીકુમારો,મરુતો, પિતૃઓ, ગંધર્વ, યક્ષ, અસુર જોયા

હે અનંતરૂપ ! હે આદિદેવ ! આપ જ પુરાણપુરુષ છો. આપ આ વિશ્વના લયસ્થાન રૂપ છો.આપ જ્ઞાતા જ્ઞેય છો.

તેં જે સ્વરૂપ જોયું તે સ્વરૂપવાળો હું વેદ્ અધ્યયનથી, ચન્દ્રાય તાપથી, દાનથી, યજ્ઞો થી પણ જોવો શક્ય નથી.

હે પાંડવ ! મને જે પ્રાપ્ત કરવાના ઉદેશથી કર્મ કરનાર, મને જ સર્વસ્વ માનનાર, તે જ મારો ભક્ત મને પામે છે.

ધબકાર...

Read More

૧૦) આદિ અનાદી કાળ, અત્ર તત્ર સર્વત્ર હું છું...

જે મને અજન્મા, અનાદિ, મહાન અધિપતિ ઈશ્વરથી,
ઓળખે છે, તે સર્વ પાપોના બંધનમાંથી મુક્ત થાય છે.

બુદ્ધિ, તત્વજ્ઞાન, અસંમોહ, ક્ષમા, સત્ય, શમ, સુખ, દુઃખ,
ઉત્પતિ, વિનાશ, ભય અભય સર્વ ભાવ મારા થકી છે.

હું – શ્રી કૃષ્ણ જ સંપૂર્ણ જગતની ઉત્પતિનું કારણ છું. મારા વડે જ સર્વ જગત પ્રવૃત થાય, હું જ સર્વત્ર છું.

સદૈવ મારા ધ્યાનમાં રહેનારા અને પ્રીતિથી મને ભજનારા જ્ઞાનીજનો છે તેમને તત્વજ્ઞાનયોગથી હું પ્રાપ્ત થઇ શકું.

વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇંદ્રિયોમાં મન હું છું અને પ્રાણીમાત્રમાં મૂળ જીવકળા પણ હું છું.

અગિયાર રુદ્રોમાં શંકર હું છુંયક્ષ-રાક્ષસોમાં ધનનો સ્વામી
કુબેર હું છું,આઠ વસુઓમાં અગ્નિ, પર્વતોમાં મેરુ હું છું.

હે અર્જુન ! સૃષ્ટિનો આદિ, અંત અને મધ્ય હું છું, સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મવીદ્યા-બ્રહ્મવિધા હું છું, વાદ હું છું.

હે પાર્થ ! જે પણ વિભૂતિયુક્ત, અશ્વર્યયુક્ત, શોભાયુક્ત, કે અન્ય પ્રભાવથી યુક્ત હોય તે મારા તેજના અંશરૂપ છે.

ધબકાર...

Read More

૯) ગુહ્ય જ્ઞાન

ધર્મમાં શ્રદ્ધા ના રાખનાર વ્યક્તિ સંસારચક્ર માં ફસાય છે,
હું અવ્યક્ત, મારામાં સર્વ ભૂતો, પણ હું એમનામાં નથી.

અગ્નિહોત્ર આદિ શ્રોતયજ્ઞ, વૈશ્વદેવાદિક સ્માર્તયજ્ઞ, અગ્નિ પિતૃઓને અર્પણ અન્ન, ઔષધ, મંત્ર, હુત્દ્રવ્ય, અગ્નિ હું છું

આ જગતનો પિતા, માતા, પિતામહ, ઓમકાર, પવિત્ર કરનાર કર્મો, ઋગવેદ, સામવેદ તથા યજુર્વેદ હું જ છું.

હે પાર્થ ! સુર્યરૂપે હું તપું છું, વરસાદ પાડનાર - રોકનાર હું
છું, અમૃત હું છું, મૃત્યુ હું છું,સત અને અસત પણ હું છું.

દેવોનો ઉપાસક દેવલોકમાં, પિતૃભક્તો હોય પિતૃલોકમાં,
ભૂતોના ભૂતોની પ્રાપ્તી, મારું ભજન કરનાર મને મેળવે.

હે કાન્તેય ! તું જે કઈ કર્મ કરે, ભક્ષણ કરે, હવન કરે, દાન
આપે કે સ્વધર્માચરણરૂપ તપકરે સર્વ કંઈ મને અર્પણ કર.

તું મારામાં મન રાખ, મારો ભક્ત થા, મારા પૂજન વિષે
પરાયણ થા તથા મને નમસ્કાર કર આમ તું મને પામીશ.

ધબકાર...

Read More