રસ્તા ઉપર હું ચાલતો ગ્યો,
આવતા પથ્થરોને ઉચકતો ગ્યો,
એને આજુ-બાજુમાં રાખતો ગ્યો,
વળી દોસ્ત કહે શા માટે આવું કરવું,
રહેલાં દે ને, આવાં તો ઘણાં આવશે,
પણ મારું મન એ વાત કદી ના માને,
સાચું લાગ્યું એમ હું કરતો ગયો,
એને પણ સાથે સમજાવતો ગ્યો,
એક દિવસ આવ્યો એવો સમય,
રસ્તો બન્યો ખુબ જ સુંદર,
દેખાતો એ રસ્તો બે પાળોની વચ્ચે,
કર્મ એ જ પથ્થર બન્યાં બે પાળો,
એ જ દોસ્ત કહે વાહ, સુંદર સર્જન...
"હંમેશાં સારા રસ્તાઓ તૈયાર નથી હોતા પરંતુ આપણે તેને બનાવવા પડે છે"
મનોજ નાવડીયા