Work is worship...

Happy December.

Happy Diwali..

ઊકળી રહી
છે જિંદગી, ચા સમ,
પીશું મોજથી.

-S U K E T U

તરણાં ઓથે
ડુંગરા દીઠા મૌન,
નીરખે વન.

તૃષા તડપે
લાગણીની પરબે
ઝંખે ઝાઝવું.

-S U K E T U

ઇચ્છાઓનું
તોફાની ઘોડાપૂર,
હંફાવે મુને.

તારી યાદોના
સુસવાટા વાગ્યા,
ભર તડકે.

કડકડતી
એકલતા લઈને,
ટોળે વળ્યાં,
સૌ મોબાઈલ લઈ.

ક્રોસની સભા
માહી થયો પોકાર,
જગ ચેતવા.

ઉન્માદમાં
સંવેદન નીતર્યું,
ટેરવે સંગ.