🙏🙏આજે પેપરમાં શિક્ષક આલમમાં ચાલતી એક ગેરરીતિ પર લેખ જોયો આશ્ચર્ય થયું કે આમ પણ સેવાનાં વ્યવસાયમાં પણ બેઈમાની નો વેપાર થઈ શકે?
મહેનત નું લઈશ નહીં એવું શિક્ષણ આપનાર શિક્ષક પ્રત્યે આપણે ખરાં અર્થમાં માન ઉપજે એ વાત વ્યવહારિક છે પરંતુ જ્યારે અમુક શિક્ષક આ જ ઉકિત ને ના અનુસરીને પોતે જ પોતાના કામ પ્રત્યે વિશ્વાસઘાત કરે તો તે શું યથાયોગ્ય છે?
શિક્ષણ એ સેવાનો એક ભાગ છે પરંતુ આજકાલ શિક્ષણ એ વેપારનો મુખ્ય ભાગ બની ગયો હોય તેમ લાગે છે.સેવા માટે એવું કહેવાય છે કે તેમાં સ્વૈચ્છિક કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ.સેવાની શ્રેણીમાં આવતા વ્યવસાયોમાં પ્રથમ પરોપકારી વૃત્તિ હોવી જરૂરી છે તો જ ખરાં અર્થમાં તે વ્યવસાય નું સત્વ જળવાઈ રહે છે.
આજના સમયમાં અર્થ ઉપાર્જન નિર્વાહ માટે જરૂરી છે પરંતુ એનો મતલબ એવો નથી કે એ માટે પોતાના વ્યવસાયના નૈતિક મૂલ્યો નું જ પતન કરી દેવું.
શિક્ષક દ્વારા ભાવિ પેઢીનું નિર્માણ થાય છે એ વાત સો એ સો ટકા જો સાચી હોય તો પછી શિક્ષકે પોતાના વ્યવસાય પ્રત્યે ઈમાનદાર રહીને બાળકોને સંસ્કાર સહિત શિક્ષણ આપવાની એક વ્યવસ્થા ઉભી કરવી પડશે પછી જો એ જ શિક્ષક પોતાના જ કામમાં બેઈમાની કરીને ઘરે રહીને કે પછી વિદેશમાં જઈને કે કોઈ અન્ય દ્વારા કામ કરાવી મફતમાં પગાર લેવાની વૃત્તિ રાખશે તો તે એક પ્રકારનું સોફ્ટ આતંકવાદી કૃત્ય જ ગણાશે.🦚🦚