મારે મન શ્રીકૃષ્ણ એટલે...! ❤️
કોઈ કહે કૃષ્ણ, કોઈ કહે માધવ,
કોઈ કહે માખણચોર, કોઈ કહે ગિરધર,
કોઈ કહે મોહન, કોઈ કહે મુરલીધર,
કોઈ કહે રાધાનો શ્યામ,
તો કોઈ કહે મીરાંનો કાન,
કોઈ કહે રુક્મિણીનો નાથ,
કોઈ કહે નંદનો ગોપાલ,
તો કોઈ કહે માતા જશોદાનો લાલ...!
પણ મારે મન શ્રીકૃષ્ણ એટલે...
મનભાવન...
મારા જીવનનો આધાર!
છે એ નટખટ, નિશ્છળ, નિષ્કપટ,
વાસના રહિત ને સદાય તોય એ પ્રેમાળ!
જે ગોપીઓના વસ્ત્રો ભલે ચોરે,
છતાંય સ્ત્રીના માટે સદાય આદરણીય,
મારે મન કહું તો સહજ પ્રાકૃતિક પુરુષ!
એક એવો પુરુષ જે તમામ સ્ત્રીને પ્રિય હોય,
એવો પુરુષ કે જેનાં પર પ્રિત છલક્યા જ કરે!
જેને પ્રેમ પણ ... પ્રેમથી કરી શકાય...
અને નફરત પણ ... પ્રેમથી કરી શકાય...
જેને સવાલ પૂછતાં એ સવાલોમાં જ જવાબ મળી જાય,
જેની આગળ હૈયું ખોલીને વાત કરી શકાય...!
જેને ગુસ્સામાં ખખડાવી પણ શકાય...!
એના શરણે આવેલ સૌ જીવ-સૃષ્ટિ એ સ્વીકારી લે,
એની આગળ કોઈ નાના-મોટા નો આભાસ જ ના થાય.
એની ભક્તિની શક્તિથી જ મારું
સમગ્ર અસ્તિત્વ દિપી ઉઠે ...!
મારે મન શ્રીકૃષ્ણ એટલે....
મનભાવન...
મારા જીવનનો આધાર!