છો.
તમે તો નબાપી નભાઈ કહો છો
કબૂલાત કરજો અભાગી ગણો છો?
સદાયે નકારી છે હસ્તી અમારી,
છતાં આજ આશા ફરીથી કરો છો.
ફસાવી મજા માણતાં, ચાલતાં થ્યાં ?
ત્યાં સાહસ કરી ને બચાવી શકો છો.
વિચારોમાં ગાંધી સદાયે જીવે ત્યાં,
ચુકાવી નજર લાંચ ખિસ્સે ભરો છો.
કરુણા અને પ્રેમ વરસાવતાં 'તાં,
નમાપી ન ભૂલી શકો એ જુઓ છો.
નજીવી કરામત થકી ત્યાં હરાવી,
ખુસીઓ મનાવી પછી ત્યાં ડરો છો. ©
લગાગા લગાગા લગાગા લગાગા
કાજલ
કિરણ પિયુષ શાહ
૨૫/૧૨/૨૦૨૩
ગઝલ ક્રાંતિ