છઠ્ઠા નોરતે નવલી નવરાત્રી
નવદુર્ગા સ્વરૂપે મા વ્રજનાં
અધિષ્ઠાત્રી
કમળને તલવારથી દીપતા
અભયમુદ્રા ને વરમુદ્રામાં
તેજોર્મય ને ચૈતન્યસ્વરૂપે
બ્રહ્મા વિષ્ણુ મહેશના તેજઅંશે
મહિષાસુરના વિનાશાર્થે
પ્રગટ્યા માં કાત્યાયનીરૂપે
ઘર્મ અર્થ કામ મોક્ષની થાય પ્રાપ્તિ
શુધ્ધ મનથી કરાય જો માની ભક્તિ…
-કામિની