આ જિંદગી છે, સહન કરતા શીખી જાઓ.બહુ ઓછા દુઃખી થશો!! જિંદગી જાતે તમને બધું શીખવાડી દેશે. બહુ લાગણી હંમેશા દુઃખનું કારણ હોય છે.. હંમેશા જતુ કરવાની ભાવના મનમાં રાખો, સંબંધોને પકડીને ન રાખો એકદમ છુટા મૂકી દો ખુલ્લા આકાશમાં... તમારા હશે તે ક્યાં જવાના જ નથી અને જે તમારા નહીં હોય તે ક્યારેય તમારા થવાના જ નથી... સુખ દુઃખ ની વ્યાખ્યા સંબંધોની પરિભાષા ઉપર હોય છે.
અપેક્ષા રહિત નિસ્વાર્થ ભાવ મનમાં રાખો ભગવાન ઉપર ભરોસો રાખો.. બધું સારું થઈ જશે લેટ ગો ની ભાવના રાખો.. હશે, થઈ જશે, મૂકો બધી માથાકૂટો, આપણે કોઈ પ્રત્યે લાગણી રાખતા હોય અને બધું સમાધાન કરતા હોય પરંતુ સામેની વ્યક્તિ ને એની સમજ ન હોય અને તમે દુઃખી થતા હોય તો એનો કોઈ અર્થ જ નથી... શા માટે તમે દુઃખી થાવ છો? કારણ કે તમને તે વ્યક્તિ કે વસ્તુ ની અપેક્ષા હોય છે કે આવું વર્તન કરે, આવું મને મલે...
જીવનમાં અમુક લોકો થોડી વાતો કરે તો પણ આપણને ઘણું બધું સમજાવી જાય છે,, આપણા કરતાં વધારે દુઃખી લોકો પણ દુનિયામાં છે. કેવી રીતે સમાજમાં રહેવું કેવી રીતે વર્તન કરવું તે એ બે શબ્દોમાં ઘણું બધું શીખવાડી જાય છે.. બધું જ આપણા ધાર્યા પ્રમાણે કદી નથી થતું બસ આજ સંસારનો નિયમ છે કોઈ કોઈ વાર અપવાદ હોય શકે પરંતુ પરંતુ કહેવત છે ને કે ધાર્યા ધણીનું થાય એટલે બધું ભગવાન ઉપર છોડી દેવાનું એની મરજી સમજીને આપણે સ્વીકારી લેવાનું.. દરેક દિવસે નવી શરૂઆત કરવી જીવનની.. પોતાના અંગત દુઃખોને ભૂલીને આગળ વધો,, તમે દુઃખી ત્યારે જ થશો!! જ્યારે તમે ખુદ દુઃખી હશો...!!સુખ દુઃખ તો ઈશ્વરની પ્રસાદી છે બસ ઈશ્વર ઈચ્છા ને આધીન ચાલ્યા જાઓ બસ એ જ રસ્તો દેખાડશે..સામે કોઈ એનાથી સરસ વ્યક્તિ,, કે વસ્તુ મળી જાય!! જીવનમાં તમારી ખુશીઓ પાછી આવે. સમય સમયનું કામ કરે છે..આપણે બધા આ પૃથ્વી પરના રંગમંચ ના પૂતળા છીએ ઈશ્વર જેમ નચાવે તેમ નાચવાનું એને જે ધાર્યું હશે તે થશે સારું જ કર્યું હશે સુખ દુઃખ એ તો જીવનના સંગાથે છે.
દિલની વાત ♥️