સાથ સારો હોય તો સમય ક્યાં વહી જાય છે એની ખબર જ નથી રહેતી..આખરી દાવ નામ ની લઘુનવલ થી કરેલી શરૂવાત અત્યારે ૩૧ બુક,માતૃભારતી ના ૧૦,૦૦૦ ડાઉનલોડ અને ટ્રેન્ડિંગ ઓથર માં સ્થાન સુધી ક્યારે પહોંચી ગઈ એની ખબર જ ન રહી..બેકફૂટ પંચ,લગભગ દસેક વાર્તા ઓ પછી ડેવિલ નામ ની અત્યારે ચાલી રહી નવલકથા એ મને ગુજરાત ભર ના વાંચકો વચ્ચે સારું એવું સ્થાન અપાવ્યું છે.આ બધી સફળતા માટે માતૃભારતી નું ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ અને સર્વે વાંચકો નો જે પ્રેમ મળ્યો એ બદલ સૌનો આભાર..આગળ પણ આપ સૌ માટે વધુ સારું લખવાનો પ્રયાસ કરતો રહીશ..!!