પ્રેમ એવો પ્રવાહ છે જે સતત વહેતો રહે છે... જેમ શરીરની અંદર વહેતુ લોહી... ભલે નફરત હોય ઘણી.. કોષો દુર રહેતા હોય પણ દરેક કોષોમાં તારૂ સજૅન છે... તને પામવાની ઈચ્છા નહોતી પણ તને જરૂર કંઈક આપવાની ઈચ્છા હતી.. તારી સાથે થોડી પળો માણવાની, તારી એ નિદોષતા ને નિહાળવાની.. થોડી તારી આખોની મસ્તીમાં ખોવાની.. તારી ખુશીમાં ખુશ થવાની જરૂર ઈચ્છા હતી.. મારી હરેક પળ તારી યાદ વગર જતી જ નથી... લાગે છે જયાં સુધી આ શ્ર્વાસની માળા ચાલુ રહેશે ત્યાં સુધી રહેશે.. શું પ્રેમ ને ભુલી શકાય...! ના પ્રેમને ભુલવામાં મજા નથી પંરતુ તેને અપનાવી અંત:કરણમા પ્રસ્થાપિત કરી જુઓ તો જ મજા છે.. ભલે તે મળે કે ના મળે.. પ્રેમ અંદર હોવો જોઈએ તો જ સમગ્ર પ્રકુતિ પ્રેમમય લાગશે.. જયારે દુનિયામાં બધું જ ગમવા લાગે જાત સાથે જે આનંદ અને પ્રેમની અનુભુતિ થાય તો સમજવું તમે પ્રેમને અપનાવી લીધો છે... પ્રેમ કોઈ એક વ્યક્તિ પુરતો સિમિત ના હોય... પ્રેમથી જ આ દુનિયા ચાલે છે તેના વગર જીવન ટકાવી ના શકાય...