Quotes by Zalak bhatt in Bitesapp read free

Zalak bhatt

Zalak bhatt Matrubharti Verified

@zalakbhatt
(24)

શબ્દને સરવાળે કર્યાં
શબ્દ બરાબર
છતાંય શબ્દ કાં કહે?
તું મને બાદ કર

હું મને ખોળુ?
ખોવાયો તું જ મારાથી!
ધ્યાન દઇ સાંભળ
મને તું એક તારાથી
ઝલક

 
હું ખોવાયો ખુદથી ,દો’ને ખુદને ખોળી લઉં
જો જડી જઉ ખુદને, ભરવા હાથે ઝોળી લઉં

તમે સાંભળો તોયે,કહીશ નહીં વાત હું ખુદની
બસ ખુદના હર ખતને, હું ખોળી-ખોળી દઉં

ના વાંચો ભાવથી, મને કંઈ ફિકર નથી
કેમકે હર ખત હું ,લાગણીમાં ઝબોળી દઉં

છો નાસમજ-નાદાન,પણ એટલું જાણો
કે વ્યર્થના વ્યાપારમાં, હું શાને બોણી દઉં?

થાય નફો-નુકશાન!, મને કંઈ ફિકર નથી
લો,આપની ઈચ્છાને, હું શ્વાસે જ ઘોળી લઉં

હવે મારો છ ફાયદો, નુકશાન તમારું જ
કે આપનું જ નામ હું,ક્યાંયે ના બોલી દઉં!

હું વ્યવહારે છું કુશળ,તું ન કરતો વ્યર્થની ચિંતા
તું -મુજમાં ને તુજમાં બધાંય છે,
તો કે’ હું સલાહ કોની લઉં?

એથી જ ખોવાયો ખુદથી,ખુદા ખુદને ખોળી લઉં?
જો મળી જઉ ખુદને તો ભરવાને ઝોળી લઉં?

ઝલક

Read More

 હું તને પડતો મૂકીને જાઉં નૈ!
ને જાઉંતો ભી હુંજ પાછો આવું નૈ?

રાખ તારી પાસ બસ તારી સલાહ
હું તો તારી ધાકથી ગભરાઉ નૈ

પલટ,પડછાયા ભણી જો કોણ છે?
ને તું કહેછે તારી સાથે આવું નૈ!

દેહ તારોછે તો ભૈ સમજે છે શું?
શ્વાસ લેવા હું અંતર વધાવું નૈ?

લાગણીની દોર પાકીછે સખા
મન ભંવરમાં હું કદિ ગૂંચવાઉ નૈ

આલી દે’ને સાથ થોડો જ ચાલશે
બાદમાં હું દૂર દોડી જાઉં નૈ?

તે વિચાર્યું એ ભી સાચું છે સખા
કે બધાંને હું કંઈ દેખાઉં નૈ

હું ગાંડોને તું ઘેલો ભૈ મેળ છે
મેળ વિના આવે સખા ભાવ નૈ

હું તને પડતો મૂકીને જાઉં નૈ?
ને જાઉંતો શું હું જ પાછો આવું નૈ!

ઝલક

Read More

સમજદાર છે
જે સમજતાં નથી
કે હવે સમાજે રહી
એ સહજતા નથી
ઝલક

અસ્પષ્ટ છે કંઈ
આપનું કહેવું
જંગલ ના રાજા
થઇ ગુફા માં જ રહેવું !
ઝલક
#અસ્પષ્ટ

#ગતિ
જે ગતિ થી આવ્યો
તે ગતિ થી જાય છે !
તો પછી જગત માં
જીવ,શાને મુંજાય છે?
ઝલક

#કમી
15 મી ઓગસ્ટે સદા
કમી એમની રહી
કુરબાન થઈ ગયાં
જમી હેમ ની રહી
ઝલક

મેં કર્યા જે ગુનાહ
એમનો હિસાબ છે !
તું ઈશ્વર છે કેટલો ?
હું લખી દઉં કિતાબ દે.
ઝલક

#પૂછપરછ
પૂછપરછ કરવી સારી છે
પણ, શું જવાબ
દેવાની તૈયારી છે ?
ઝલક