The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જેમ એકધારો "ઉજાશ" માણસને આંધળો કરી દે છે તેમ એકધારૂ "અંધારું" પણ માણસને આંધળો બનાવી દે છે. દિવસરાત સમજીને ઈશ્વરે આપ્યા છે રાતની ચાંદની પણ માણી શકે મનુષ્ય અને દિવસની મહેકતી રોશની પણ.. એવી જ રીતે સુખદુઃખ એ સિક્કાની બે બાજુ છે.. જેને સુખનો સ્વીકાર કર્યો તેને દુઃખનો પણ કરવો જ પળે છે.. આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય જે એકધારો ખુશ રહેતો હશે બધા વાતો મોટી મોટી કરશે મોટા મોટા વક્તાઓ અને લેખકો ઘરે જઈ ને જોશો તો એ પણ પોતાની life થી depress છે કંટાળેલા છે પોતે પણ દુઃખી જ છે બધે આવું જ છે... પણ ઈચ્છાઓ નો ત્યાગ સંભવ થાય તો દુઃખ થોડું હળવું બને.. બધા દરવાજા બંધ કરી ઈશ્વર એક દરવાજો ખુલો રાખે છે આપણા માટે ક્યારેક.. માણસને સમજાતું ના હોય છે કે પોતે કંઈ દિશામાં જવા માંગે છે પણ જો ઈશ્વરની કૃપા હશે તો ઘણી મુશ્કેલીઓ અને દુઃખ આપી તમને એક રસ્તો બતાવશે જે તમારા માટે યોગ્ય હશે... આધ્યાત્મિક પથ એવું કહે છે કે જ્યારે "બધું મૂકી દયો" ત્યારે ઉપરથી કંઈક વરસે છે.. જે વસ્તુનો મોહ મૂકી દયો આશક્તિ તળી જાય તેની ઈચ્છા જ ના રહે ત્યારે કૃપા વરશે છે. કર્તવ્ય કર્મ કરતા હોય ત્યારે આપોઆપ ઈશ્વર બધું આપે છે.. સમતોલ અને પરિવર્તન જીવન માટે જરૂરી છે.
એક નિરાશા શું હજારો નિરાશા પણ તમારી જિંદગીમાં fullstop ના મૂકી શકે...
બે આત્માઓ ના મિલનથી એક નવા આત્માનો જન્મ થાય છે.. જીવ ને જીવ ખૂબ જ વ્હાલો લાગે છે... ઈશ્વરે અદભુત પ્રેમમય રચનાઓ કરી છે જે સ્વર્ગ માં પણ કદાચ ના હોય શકે.. દરેકે દરેક જીવમાં ઈશ્વરે "માયા" મૂકી છે ચાહે તે મનુષ્ય હોય કે પશુ પક્ષી કે પ્રાણીઓ હોય... જો આ "માયા" નો મૂકી હોત તો માનવજાત કે આ સૃષ્ટિનો આટલો વિકાસ થયો જ ના હોત... જીવન જો બહુજ વિચારશો તો જીવી નહીં શકો ઉપાદીઓ કરી કરી ને અને જો યા હોમ કરી કુદી પડશો તો દિવસો પણ ટૂંકા પડશે.. જીવવા માટે મનુષ્યને સંગાથ જોયે કોઈક ટેકો તો જોયે ભાવભીની આંખો જોઈએ થોડીક આશાઓમાં ઘણું બધું જીવાય જાય છે... જીવન નાની નાની પળો અને ખુશીઓનું બનેલું છે... દરેક અંધકાર પણ આશાઓની કિરણ સાથે લઈ ને જન્મે છે.... #lifeisamazing
માણસ જેટલો ભીતરથી ઉલજેલો રહે છે એટલો જ તે બહારની દુનિયામાં પણ ઉલજેલો જ રહે છે... સહજ "વક્તવ્ય" નિર્વિચારથી આવે છે. સહજ "જીવન" અંદરની નિર્મળતાથી પ્રગટે છે. આપણાં "મન" ની રચના જ એવી છે. જે સતત ભટકતું રહેતું હોય છે. જ્યારે તમે કંઈજ નક્કી ના કરી શકતા હોવ કે તમારું જીવન તમારે કંઈ દિશા તરફ લઈ જવું છે ત્યાં સુધી ભટકતું જ જીવન મળશે.. આપણી પાસેની શક્તિઓનો જ્યારે એક દીશામાં તેનો પૂર્ણ ઉપયોગ થાય ત્યારે જ તે કંઈક સારું સર્જન કરી શકે છે. મનને વશ કરવું અઘરું છે. મનને જીતશો તો આપોઆપ બધા તમારા પ્રશ્નોના જવાબો મળતાં જશે....
HAR ROM ROM SE TERI KHUSHBU AATI HAI.. YEH TERE NAAM KA SRUNGAR HAI SHIVAAY.. "નામ" સ્મરણથી સંસાર સાગર તરી જવાય છે. સહેલું અને સરળ છે. કળિયુગમાં એક નામ જ છે જે ઉગારી શકે. ઈશ્વરના નામ માં એટલી શક્તિ છે કે ધીમે ધીમે માણસમાં વિષયોની વાંછના મોહમાયા બધા અવગુણો નાશ પામે છે.. અકિંચન ચિંતન શ્વાસે શ્વાસે જે ઈશ્વરનું સ્મરણ કરી શકે છે.. એક અલોકીક શાંતિનો અનુભવ થશે જો શ્રદ્ધા હશે તો.. બીજા સાધનો એટલા કામ નહીં આવે ધ્યાન યોગ કે સમાધિ કે પછી જ્ઞાન અવસ્થા... આ બધા ખૂબ જ અઘરા માધ્યમો છે.. જે એક સંસારી કે સાધુ બંને માટે અઘરા છે... મનુષ્યની હાથની રેખાને બદલવાની તાકાત નામ માં છે.. ભાગ્યને પણ જુકવું પડે ઈશ્વરના નામ થી.. સ્વયં શ્રીકૃષ્ણ પણ કહે છે ગીતા માં એક વાર તું મારુ સ્મરણ અને શરણ લઈ જો તારા જીવન નો ભાર હું ઉપાડી લઈશ... #ૐનમઃશિવાય
Followers તો હજારો મળી જશે પણ કેટલા લોકોના heart તમને follow કરે છે.. એ મહત્વનું છે આજકાલ virtual family નો trend ચાલી રહ્યો છે. Real life ને real થી નહીં જોતા એક અવાસ્તવિક દુનિયામાં વધારે લોકો સફર કરી રહ્યા છે. એક સેલિબ્રિટી હોય એ વાત જુદી છે પણ તે તેના કામથી સેલિબ્રિટી બની હોય છે.. life ક્યારેય online નથી ચાલતી તે હંમેશા offline જ ચાલે છે.. real life માં તમે લોકો સાથે જે bonding એક પ્રકાર નું બને અને જે હાવભાવ ને જે દિલથી મળી શકો તે ક્યારેય online માં એટલા relation તમારા ક્યારેય જળવાતા નથી....
માણસે વિચારવું જોઈએ કે પોતાની જિંદગીથી તેને શું જોઈએ છે... આ કોઈ lifegoal ની વાત નહીં પરંતુ જે life આપણે જીવી રહીંયાં છીએ તેનાથી આપણને સંતોષ છે કે નહીં... અમુક લોકોને પોતાની normal life જ પસંદ હોય છે જે અમુક સફળતા મળી જાય એટલે ત્યાં fullstop આવી જતું હોય છે જે routine way life નો કહેવાય છે.. તે પણ એક choice હોય શકે માણસ તેમાં પણ ખુશ રહી શકે... કમનસીબી એવા લોકોની હોય છે જેને ખબર જ નથી હોતી કે પોતે શું જીવી રહ્યા છે ને કેમ જીવી રહ્યા છીએ બસ ખાલી જીવી ને life પુરી કરવાની હોય છે... અને અમુક લોકોને life પાસેથી કંઈક extra જોતું હોય છે.. સસ્તી મામુલી life જેને પસંદ નથી જેને પોતાની સરહદો તોડીને કંઈક કરવું હોય છે out of way જઈને જિંદગી જીવવી હોય છે.. જેને પોતાની પાંખો ફેલાવી દુનિયા જોવી હોય છે જેને માટે એ દુનિયા જ એનું ઘર હોય છે.. Means life ને ખાલી life તરીકે નહીં એક ઉત્સવની જેમ જીવવી હોય છે... એવા લોકો બહુજ ઓછા જોવા મળે છે.. સહેલા કામ અને સહેલી life બધા જીવી જાણે અઘરા કામ અને અઘરી life ને પણ જે સહેલા કરી દે એવા તો કોઈક જ હોય છે.. જિંદગી જીવવાની કળા આવડી જાય એટલે બીજી કોઈ કળા નહીં આવડે તો પણ ચાલશે... #loveyourlife
આપણે જે ભોગવી રહ્યા છીએ દુઃખ, તકલીફ, કે દર્દ હાલ તે ક્યાંક ને ક્યાંક આપણાં આ જન્મનું અથવા આપણાં આગલા જન્મનું કર્મનું બંધન હોય છે. જે પૂરું થઈ જાય છે ત્યારે માણસ આપોઆપ તેમાંથી recover થતો જાય છે. પણ જ્યાં સુધી એ "સજા" ભોગવવાની છે ત્યાં સુધી બધે અંધકાર અને જીવન છે તે દિશાવિહીન જ લાગશે... જે રસ્તો તમને તમારા સુધી લઈ જાય એ જ સાચો રસ્તો છે. જ્યારથી તમને પોતાનામાં શ્રદ્ધા જાગશે ત્યારથી તમે પૂર્ણ આઝાદ રહી શકશો.. બધી વસ્તુઓ માણસ જાતમહેનત કે સુજબૂજથી નથી મેળવી શકતો અમુક વસ્તુ "godgift" હોય છે.. #journeyneverstop
KUCH KUCH LAMHO ME HAM JYADA JEE LE TE HAI.. સુખ અને ખુશીઓ શોધવાથી નથી મળતી પરંતુ તેને અપનાવાથી જરૂર મળી શકે... જેમ એક "માં" છે જે પોતાના બાળક ના કાલાવાલા અને નખરાઓ જોઈ ને એક એક પળમાં એક એક જિંદગી જીવી જાય એવો અહેસાસ કરે છે.. તેમ પ્રકૃતિ આપણને શીખવે છે સમય સમય મુજબ તું જીવતો જા .. આજે વર્ષાઋતુ છે તો મન ભરીને માણિલે સોળે કળાએ ખીલેલી સુંગધ પથરાવતી ધરતીને.. કાલે તને કંઈક નવી ઋતુ આપીશ જે ખુશનુમા ઠંડી સવાર આપીશ.. સમય જતાં તને ઉકળતી હૂંફ આપીશ ગરમી આપીશ... જે સમયને તારે દિલથી જીવવી હોય તેમ જીવ... જીવન છે તે પ્રકૃતિ જેવું જ છે આપણને જ્યારે જે જોઈએ ત્યારે તે મળી રહે છે પણ વાંક એ છે આપણો કે ધીરજ નથી અને જે સમયે જે મળતું હોય છે તેની કદર નથી એ માણવાનું ભૂલી આપણે બીજી ચિંતાઓ માં લાગી જાયે છીએ... માણસના ઊંડા માં ઊંડા "ઘા" સમય ભુલાવી દે છે ક્યારેક જે સહન ના થાય એવા હોય તો પણ સમય જતાં તે યાદ કરીએ તો હસવું આવે એવું પણ બની શકે... ઈશ્વર હંમેશા માણસને step by step બધું આપે છે. જેમ જેમ માણસ પોતાની લાયકાત દુનિયાદારી અને સમજદારી મેળવતો જાય તેમ તેમ તેને જે તે સમયે વસ્તુઓ પ્રાપ્ત થતી જતી હોય છે.. તાત્કાલિક જો બધું આપવા માંડે તો માણસ તે સહન ના કરી શકે. તે પોતાની સુદબુદ્ધ ખોઈ બેસે છે. એટલે જ કહેવાયું છેને ભગવાન ના ઘરે દેર છે પણ અંધેર નથી... ખરા સમયે જે મદદે આવે કે જે સમજદારી અપાવે તે હરિ જ હોય છે ચાહે તે ગમે તે સ્વરૂપમાં હોય...
Scientific research દ્વારા કહેવામાં આવ્યું છે મનુષ્યના મગજની શક્તિ કરતા અનેક ગણી ક્ષમતા માણસના હૃદયની છે. જે લોકો બહુજ બુદ્ધિથી દરેક વાતને જીવનમાં લેતા હોય છે તે બહુજ ઓછા પ્રમાણમાં સફળ થઈ શકે ભલે તેની બુદ્ધિ પ્રતિભા અનન્ય હોય પણ છતાં તે એક તર્ક માં જ જીવન પૂરું કરે છે.. કહેવાની વાત એ છે કે, "હૃદયથી જીવતા લોકોનો ભરોસો આ દુનિયા ઝડપભેર કરે છે અને જે હંમેશા બુદ્ધિથી જીવે ત્યાં લોકોનો વિશ્વાસ હંમેશા ડગતો રહે છે...
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser