The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#love u mummy હું જે કંઈપણ છું એ ફક્ત અને ફક્ત મારી માં ની દુવાઓને લીધે છું એ હું ચોક્કસ માનું છું..ભગવાનનાં અસ્તિત્વ પર ભરોસો એટલા માટે કરી શકું છું કેમકે મેં માં નું અસ્તિત્વ મહેસુસ કરેલ છે..કૃષ્ણ અને રામે પણ માં નાં ખોળે અવતરવાનાં લીધે જ વિષ્ણુ ભગવાનના બાકીનાં અવતાર કરતાં વધુ પ્રસિદ્ધિ મેળવી. મારી મમ્મી જેને હું મમલી કહું છું કેમકે એ શબ્દમાં અલી(ઈશ્વર)આવી જાય છે..અત્યારે ઘરેથી દૂર છું અને જ્યારે કોઈપણ વાતની કમી આવે ત્યારે પહેલાં મમ્મી સાંભળે છે.સવારની ચા થી લઈને રાતે હળદર વાળા દૂધ સુધી મમ્મી તું હોય તો કોઈ ફિકર નથી.love u.
નમસ્કાર મિત્રો..ગત અઠવાડિયે તો 2 મુવી જોવાનો સમય મળી ગયો હતો પણ આ વિક એક જ મુવી જોઈ શક્યો છું અને એ પણ જસ્ટ હમણાં પુરી થઈ..નામ tummbad... હિન્દી mythological ફિલ્મો માં ક્ષેત્ર માં આ એક મિસ્ટ્રી હોરર ફિલ્મ છે..ફિલ્મ હોલીવુડ ને સીધી ટક્કર આપે એટલી રોમાંચક છે..ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ આ ફિલ્મ એવોર્ડ જીતી શકી છે..ફૂલ રિવ્યુ લખવાનો સમય નથી..છતાં જો નવરાત્રી માં સમય મળે તો આ માસ્ટરપીસ મુવી જોઈ આવવું..
માતૃભારતી ની એકમાત્ર એવી નોવેલ જે 33 ભાગ,2500 રેટિંગ અને 20,000 ડાઉનલોડ પછી પણ ઓવરઓલ 5 સ્ટાર રેટિંગ ધરાવે છે..ડેવિલ એક શૈતાન..
#MKGANDHI ભારત દેશ ને ટૂંક માં મુલવવો હોય તો બે મોહન ની વાતો થી મુલવી શકાય..એક મોહન એટલે કૃષ્ણ બીજાં એટલે મહાત્મા ગાંધી.મહાત્મા એટલે મહાન આત્મા..હા પોતાનું બધું ત્યાગ કરી,કોઈપણ લોભ લાલચ વગર દેશ માટે પોતાની જાતને સમર્પિત કરવાવાળી વ્યક્તિ મહાત્મા જ કહેવાય ને. નામ ભલે ગાંધી હતું પણ અંગ્રેજી હુકુમત નાં પાયા હલાવી દેનાર એ આંધી હતી..બાપુ ની જન્મ જયંતિ નિમિત્તે અંતઃકરણ થી એમને કોટી કોટી વંદન સાથે આ હતી એક નાનકડી શબ્દાંજલી. જય હિંદ.
ડેવિલ એક શૈતાન..20,000 ડાઉનલોડ,હજારો કોમેન્ટ અને છેલ્લાં 17 ભાગથી 5 સ્ટાર રેટિંગ..આટલી વાત જ આ નોવેલ ની સફળતા ની કહાની રજૂ કરવા માટે પૂરતી છે. નજીક માં આ નોવેલ પેપર બુક માં પણ ઉપલબ્ધ થઈ જશે..હોરર જોનર હોવાં છતાં એ એક સસ્પેન્સ અને મિસ્ટ્રી નોવેલ કહી શકો એવી આ નોવેલ છે..ગઈ કાલે આ નોવેલ નો 32 મો ભાગ આવ્યો..છેક 32 માં ભાગમાં વાંચકો ને ખબર પડી કે હકીકતમાં ડેવિલ કોણ હતો..જો ના વાંચી હોય તો એકવાર વાંચવા જેવી કલાસિક નોવેલ. -જતીન.આર.પટેલ
હા એને પણ પ્રેમિકા હતી,ફેમિલી હતી પણ એનું દિલ ધડકતું હતું તિરંગા ની આન,બાન અને શાન માટે..માત્ર 24 વર્ષ ની ઉંમરે દેશ માટે કંઈક કરી ગુજરવાની ચાહત ધરાવનાર એક યોદ્ધા ની દાસ્તાન..Read this story 'યે દિલ માંગે મોર.. - કહાની વિક્રમ બત્રાની' on Matrubharti https://www.matrubharti.com/book/19860204/
#KAVYOTSAV નફરત છે તારાથી... 'આપણાં અલગ થયાં બાદ,વર્ષો વીતી ગયાં બાદ જો ક્યારેક તારાં પર અનનોન નંબર પરથી કોલ આવે દસ વાર તારાં hello કહેવા પર પણ સામેથી અવાજ નાં આવે.. અને તું જાણી જાય કે એ કોલ મારો હતો.. તો એવું ના સમજતી કે મને હજુ પ્રેમ છે તારાથી.. મને તો બસ નફરત છે તારાથી..' 'તારાં બજાર માં જતી વખતે ક્યારેક જો કાળાં વાદળો આકાશે ઉભરાય,વરસાદ દોડીને આવી જાય બાજુમાં ટામેટાં ની લારી પર તને છત્રી દેખાય.. જે મેં રાખી છે તારાં માટે એવું તું સમજી જાય તો એવું ના સમજતી કે મને હજુ પ્રેમ છે તારાથી.. મને તો બસ નફરત છે તારાથી..' 'જુનાં ફિલ્મો ની જેમ તો તારો દુપટ્ટો મારાં ચહેરે આવીને લપેટાય જેમાંથી મારુ બેચેન દિલ અને આંખો થોડો સમય માટે ઢંકાય.. અને મારા દ્વારા શાહરુખ ની જેમ બાહો પ્રસરાય અને તને તુજ થી માંગવાની માંગણી જો થાય તો એવું ના સમજતી કે મને હજુ પ્રેમ છે તારાથી.. મને તો બસ નફરત છે તારાથી..' 'તારાં લગ્નનાં દિવસે તારી વિદાય નાં પ્રસંગ વખતે પાપા નાં ખભે જોરથી રડી લીધાં બાદ તારું કોઈ બીજાં ખભે માથું મૂકી રડવાનું મન થાય અને મુજ થકી મારો ખભો જો તારી આગળ ધરાય તો એવું ના સમજતી કે મને પ્રેમ છે હજુ તારાથી.. મને તો બસ નફરત છે તારાથી..' 'સુહાગ ની આ કાળી રાતે..એ તને મીઠું મીઠું બધું બોલી દે.. અને તારી લાગણીઓને એક પછી એક ખોલી દે સવારે ઉઠીને પલંગ ની ચાદર સરખી કરતી વખતે તને.. ચાદર ની કરચલીઓમાં મારો ચહેરો દેખાય તો એવું ના સમજતી કે મને હજુ પ્રેમ છે તારાથી.. મને તો બસ નફરત છે તારાથી..' 'અને જો વર્ષો બાદ તારી દીકરી મને અંકલ કહીને બોલાવે અને હું તારી તરફ ત્રાંસી નજરે ગુસ્સાથી જોઈને એનો ચહેરો પ્રેમ થી ચુમી લઉં કોરી આંખે રોઈને તો એવું ના સમજતી કે મને હજુ પ્રેમ છે તારાથી.. મને તો બસ નફરત છે તારાથી..' ★★★★★■■■★★★★★ જતીન.આર.પટેલ (શિવાય)
તો દોસ્તો એક જીવીત વ્યક્તિ અને એક રૂહ સાથેનાં પ્રેમ ની,ત્રણ દોસ્તો વચ્ચે ની દોસ્તી ની,બદલાની અદભુત નોવેલ નો છેલ્લો ભાગ.માતૃભારતી પર અત્યારે ચાલી રહેલી હોરર નોવેલમાં મોખરાનું સ્થાન ધરાવતી નોવેલ. 'રૂહ સાથે ઈશ્ક અંતિમ ભાગ' on Matrubharti https://www.matrubharti.com/book/19860057/
Hi, Read this series 'ડેવિલ એક શૈતાન' on Matrubharti https://www.matrubharti.com/series/1025/
#THANKYOUTEACHER જીવન થી મૃત્યુ સુધી નો સફર એકરીતે ઘણાં બધાં વિઘ્નો અને મુશ્કેલીઓથી ભરેલો છે.આ સફર ની યોગ્ય મંજીલ સુધી પહોંચવું હોય તો સાચો રસ્તો બતાવી યોગ્ય દિશા નિર્દેશ કરતાં ગુરુ ની જરૂર પડે..એ ભલે મિત્ર,માતા-પિતા, પત્ની,સ્નેહીજન કે શિક્ષક કોઈપણ સ્વરૂપે હોય.આવાં ગુરુ વગર સફળતા ની ફક્ત કલ્પના જ થઈ શકે બાકી સફળ થવું હોય તો ગુરુ ની કૃપા વગર શક્ય નથી જ..માટે દરેક ગુરુગણ સમાન વ્યક્તિ ને મારાં શત શત વંદન.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser