કહો ઍવું કોઈ તત્વ કે પદાર્થ જે મનુષ્યને સદૈવ આનંદિત રાખે ?
સેવા,
મન ગમતા વ્યક્તિનો સાથ,
હરિનું નામ અને મન ગમતી કોઈ યાદ,
પ્રેમ,
નિજાનંદ,
રામનું નામ,
અહીં ઉપર આપેલા જુદાં જુદાં જવાબ ખુબ જ સુંદર પ્રેરણા આપી જાય છે. અહીં જુદાં જુદાં મનુષ્યએ જુદાં જુદાં સુંદર તત્વ કે પદાર્થના અભિપ્રાય પોતાના અનુભવ પ્રમાણે આપ્યાં છે.
તેવી જ રીતે મનુષ્યને પણ સદૈવ આનંદિત રહેવા માટે પણ જુદાં જુદાં તત્વ કે પદાર્થની જરુર પડતી હોય છે. એક જ તત્વ કે પદાર્થથી તે આનંદિત નથી રહી શકતો. જો તેને એ તત્વ કે પદાર્થ મળી જાય તો તેને તે શરુવાતમાં ખુબ આનંદ આપે છે, થોડો સમય જતાં અનુક્રમે તેનો આનંદ ઘટતો જાય છે. ઘણીવાર છેલ્લે એને અરુચિ પણ લાગવા માંડે છે.
આથી જોવાં જઈએ તો મનુષ્યને એક તત્વ કે પદાર્થથી સદૈવ આનંદિત નથી રહી શકતો, પરંતુ એને વારંવાર બદલાવાની જરૂર પડતી હોય છે, એ પછી મનુષ્ય હોય, કે પદાર્થ કે પછી તત્વ હોય.
"બદલાવની ક્રિયા જ મનુષ્યને સદૈવ આનંદિત રાખે છે"
સૌ મિત્રોનો સહકાર આપવા માટે ખુબ આભાર...
મનોજ નાવડીયા