" પોતાના માટે...
પોતે જ સૌથી સારો હમસફર છે."
જિંદગીને ઇન્સાન પોતાના વિચારો અને વર્તન થકી જિંદગીમાં વર્તમાન સમયમાં પરિવર્તન લાવી શકે છે.
પરંતુ અહીં આપણે બીજા કોઈનો સાથ અને સંગાથ શોધતા હોઈએ છીએ.. પરંતુ વાસ્તવમાં એ સાથ કેટલો?
દુનિયામાં જીવ પોતે એકલો જ આવે છે અને એકલો જ જવાનો એટલે બધા લોકોએ સમજી લેવાનું કે પોતાના વિચારો પોતાની સાથે રહેવાના પોતે જ બદલવા સમર્થ છે..નહીં કે બીજા.. હા ઘણા લોકો મોટીવેસન કરી શકે કે સલાહ સૂચન આપી શકે પરંતુ બદલવાનું તો પોતાને પોતે જ હોય છે.
જીવન અને મૃત્યુ વચ્ચેનો જે સમય છે એનું નામ છે જિંદગી અને આ જિંદગી કેવી રીતે જીવવી એની રીત અને એનો આગું આયોજન હર એક ઇન્સાન પોતે જ કરે છે.
ઘણીવાર મોહ માયા અને પ્રેમના સંજોગો જીવનમાં બનતા હોય છે ત્યારે માણસ પોતાની જાતને ઘણીવાર અસહાય મહેસુસ કરે છે...
કારણકે લાગણી અને પ્રેમમાં મનુષ્ય એવી રીતે બંધાય છે કે પોતાની જાતને ભૂલી જાય છે.જીવન માટે નુ પોતાનું લક્ષ્ય શું છે એ પોતે ભૂલી જાય છે.. જ્યારે આંખો ખુલે છે ત્યારે ઘણો બધો સમય વહી ગયો હોય છે. પરંતુ દૃઢ સંકલ્પ સાથે ફરીને પોતાના જીવનના લક્ષ તરફ આગળ વધીએ બસ પોતે જ પોતાને બદલવા સમર્થ છે અને પોતાનો સાથે પોતે જ. જીવનમાં દ્રઢ મનોબળથી આગળ વધો સફળતા તમારા કદમ ચૂમ છે.
😇😇😇