આગળ જઇએ,
જીવનને થોડું ચાખીને આગળ જઇએ,
પુણ્યોને આજે વાવીને આગળ જઇએ.
મમતામાં તો માયા પાછી બાંધી બેઠા.
સંગાથે સૌને રાખીને આગળ જઇએ.
ઈશ્વરની ઈચ્છા સામે ફોગટ ફેરા છે,
ક્ષણ એકમાં આજે જાણીને આગળ જઇએ.
લેખા જોખા કરશે ત્યારે, સાથે લેશો?
તારું ને મારું છોડીને આગળ જઇએ.
સાચી ખોટી અફવાઓ ફેલાવી એણે,
આજે સમજીએ તાવીને આગળ જઇએ.
પાણી પેલાં પાળો બાંધી રાખે એતો,
લ્યો આજે ત્યારે દોડીને આગળ જઇએ.
રડવા માટે પાછળ રે'શે કરમો તારા,
કાજલ સઘળું ખંખેરીને આગળ જઇએ.
છંદ ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૯/૧૨/૧૭