આખરી
બંધનો લ્યો ફગાવ્યા હવે આખરી.
ઓળખી લે હવે આ જગત પારખી.
માન સાચું હવે, વ્યર્થ ફેરા ફરે,
ચાલ નક્કી કરીએ સમય સારણી.
સ્વર્ગને નર્ક એ ડરનો તો ખેલ છે.
આજ એ વાત સમજાય તો રાખવી.
ગાંઠ બાંધી નથી તોય બંધાઈ છે.
ખોલવાના પ્રયાસો પછી ખાળતી.
પ્રેમના નામથી છેતરે છે સદા,
વ્હાલ વહેંચી સદાયે હસી મોજથી.
આવજે એમ કીધું હવે આવશે?
રાહમાં આંખની જાજમે પાથરી.
પાંપણે આજ તો કોણ આવી ચડે,
આંસુના બંધને તોડશે જા કહી.
ગાલગા ગાલગા ગાલગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૮/૦૩/૧૮