સાડીમાં અંગતક્ષણો સાડીની જેમ લાંબી, સુંવાળી અને રેશમી થઈ જતી હોય છે.
પેલું ગીત છે ને ‘મોહ મોહ કે ધાગે તેરી અંગુલીઓ સે જા ઉલજે...’ પ્રેમના આ તાંતણાઓ જ્યારે એકબીજા સાથે ગૂંથાઈ જાય ત્યારે એની એ એક પોતીકું ભરત રચતા હોય છે। પ્રેમના પોતાના રંગો, પ્રવાહો,ભાષાઓ અને ઇશારાઓ હોય છે, એમાં ય પરણિત પ્રેમીઓના પરિપક્વ પ્રેમમાં તો એક સાવ જ નિરાળી એવી સંકેતોની ભાષા પાંગરતી હોય છે.
પહેલાના સમયમાં એવું કહેવાતું કે પુરુષ જે દિવસે સાંજે ઘરે આવતા ગજરો લાવીને પોતાની સ્ત્રીને આપે ત્યારે એ સંયુક્ત કુટુંબમાં રહેતી સ્ત્રી સમજી જાય કે આજની અંગત ક્ષણો માટે વિશેષ સજવાનું છે. સાંજનું જમવાનું અને બધુ જ પરવારી કરી સ્ત્રી નહાઈને પોતાના પુરુષને ગમતી સાડી પહેરે, શૃંગાર કરે અને માથે ગજરો બાંધે. એ રાત્રે એમના શયનકક્ષમાં સઘળું સોળે કળાએ ખીલે...
ખાસ ક્ષણો માટે સ્ત્રી પણ ઘણીવાર ખાસ વસ્ત્રો પહેરીને પુરુષને આવકારતી હોય છે. એમાં ભારતીય પુરૂષોને સૌથી વધુ ઉત્તેજિત કરતું ગમતું એક વસ્ત્ર છે સાડી. ભભકાદાર સાડી નહીં, પણ સુંવાળી, ઝીણી, રેશમી સાડી. આવી સાડીમાં સ્ત્રી હોય એ કરતાં ય વધુ સુંદર અને ઉત્તેજક લાગતી હોય છે. સ્ત્રી જ્યારે બેડરૂમમાં સાડી પહેરીને પુરુષને ગળે લાગે ત્યારે એક અજબ ઘટના એ ઘટે છે કે પુરુષ અત્યંત ઉત્તેજના સાથે ધીરજ પણ ધારણ કરી લેતો હોય છે. ધીરજ સ્ત્રીને ખૂબ લાંબો વખત ચાહવાની. જાણે હણહણતા પુરુષની ઉતાવળને સ્ત્રીની સાડી લગામ આપી દે છે. અને બેઉ આદરે છે લાંબી એક સફર...
હા, સાડીમાં અંગતક્ષણો સાડીની જેમ લાંબી, સુંવાળી અને રેશમી થઈ જતી હોય છે. પુરુષને એક એક સ્પર્શે કેટલું કરી લેવું હોય છે. સ્ત્રીના દેહના ઢોળાવો પરથી બારીક સુંવાળી સાડીને ધીમે ધીમે સરકાવતી પુરુષની આંગળીઓ ય જાણે કોઈ તંતુવાદ્યના સૂર છેડતી હોય એમ સૂરીલી થઈ જતી હોય છે. જેમ કોઈ ઘોડેસવાર રેવાળ ચાલે પોતાની આજુબાજુ પથરાયેલી પ્રકૃતિને આંખોથી પીતો જાય એમ અહીં પુરુષ સાડીની આડશેથી ધીમે ધીમે ઊઘડતા પોતાની સ્ત્રીના દેહના અણુએ અણુને વ્હાલથી જોતા-જોતાં, ટેરવાંથી અડતાં-અડતાં, હોંઠથી પીતો જતો હોય છે.
સાડીની કોર ઊંચી કરીને નીકળેલો સ્ત્રીનો પગ પણ એને બહુ જ નજાકતથી ચૂમવો ગમે, ગળાની સુંવાળી રુંવાટીઓથી લઈને આખા ય પીઠ પ્રદેશને ચૂમતા ચૂમતા, સાડીથી વીંટાળાયેલો એના સમૃદ્ધ નિતંબોનો મુલાયમ પહાડ માથું મારી મારીને ખૂંદવો પણ ગમે. એની છાતી પરથી પાલવ હળવેથી આઘો કરીને બેઉ ઊભારો પર વીંઝણાની જેમ ફરતું પુરુષનું માથું સ્ત્રીની આગને કેટલી વધુ હવા આપે! સ્ત્રીના બેઉ પગ વચ્ચે રચાતાં ટાપુને પુરુષ સાડીની ઉપરથી માથું દબાવીને ચૂમે તો ય એ ચુંબન છેક પહોચતું હોય છે હૃદય થઈને મસ્તક સુધી...
આજે sareeday પર આ સાડીના આ અંગત ક્ષણોના રૂપને કેટકેટલું આલેખી શકાય પણ એને અનુભવવું જ એ જ ધન્યતા...કેમ કે સ્પર્શોને વધુ સ્પર્શી શકવાની ક્ષમતા સાડી આપે છે, ધીમે ધીમે-વ્હાલું વ્હાલું ખૂલવાનું અને ખોલવાનું ધૈર્ય સાડી આપે છે, ઢંકાયેલુ છે એને ઊઘાડતા પહેલાની કલ્પના સાડી આપે છે, પુરપાટ વેગ ધારણ કરતાં પહેલા પૂરા તૈયાર થવાનો અવકાશ સાડી આપે છે. એ વેગમાં ચારેય બાજુ ચોળાઈને-ઢોળાઈને વિખરાય જવાનું સુખ સાડી આપે છે.