કદાચિત.....
એક માણસ રોજ સવારે પૂજા પાઠ કરે છે જ્યારે બીજો માણસ બસ કૂદરતને સત્ય માનીને ચાલ્યા કરે છે. બંને ના રસ્તા અલગ છે.દિશા જુદી છે. કલ્પના જુદી છે. વિસ્તાર, રહેઠાણ જુદા છે.કોઈ આસ્તિક છે તો કોઈ નાસ્તિક છે.કોઈ માટે પરમ ભક્તિ સત્ય છે તો કોઈ માટે પરમ શક્તિ ! આસ્તિક અને નાસ્તિકતા એટલી આસાનીથી થોડી મળી જાય છે અને મળી પણ જાય તો ત્યાં ટકી રહેવું કેટલું સહેલું છે ? માણસ નામે માંસનો ટુકડો કદીપણ એક જગ્યા પર સ્થિર થઈ શકતો જ નથી ! બસ આમ તેમ ભાગ્યા કરે છે કંઇક નવું શોધવા, જાણવા, માણવા...
કોઈ માણસ કેટલાયે પત્ત્યનો કરે છતાં કદી આસ્તિક નથી બની શકતો અને બીજીબાજુ એ કદીપણ નાસ્તિક નથી થઈ જતો. માણસ હંમેશા આ બંનેની વચ્ચે રમ્યા કરે છે.આસ્તિક બની જવાથી નાસ્તિક ના રહી શકવાની શંકા અને નાસ્તિક બની જવાથી આસ્તિક રૂપી સાગર કિનારે વહી જવાની વેદના સહન કરતો રહે છે.જ્યારે આસ્તિક માણસ નાસ્તિક અને નાસ્તિક માણસ આસ્તિક બની જાય ત્યારે શરૂ થાય છે જીવનની ખરી વ્યથા જેની અંદર ભાગી છૂટવાની કોઈ જરૂર નથી રહેતી..આસ્તિક બન્યા પછી પણ શંકા , ડર,વેદના, સહન શક્તિ ખૂટી જાય ત્યારે માણસ નાસ્તિક બનવા તરફ દોરી જાય છે અને નાસ્તિક બન્યા પછી પૂરી ના થતી ઈચ્છા, સત્ય સામે શંકા,વાતો આસ્તિકતા તરફ દોરી જાય છે.આ હાલક ડોલક માં જ વચ્ચે રમ્યા કરે છે આ જીવ....ના પૂર્ણરૂપે આસ્તિક બને છે ના નાસ્તિક .....આ વચ્ચેની જે વ્યથા છે એનું નામ જ છે....કદાચિત....