"ચાલ કાનુડા સાથે મારી"
(જન્માષ્ટમી પ્રસંગે)
ચાલ કાનુડા સાથે મારી, કંસને મારવા જઈએ,
કામ, ક્રોધનો કંસ મરે, જો હો તું મારી સંગે,
ચાલ કાનુડા ગોકુલ આપણે, સાથે ફરવા જઈએ,
રાધારાની સાથ બિરાજે, અમે દર્શન તારા કરીએ,
મારુ દિલ રમવા તડપે, મહારાસ તારી સાથે,
રાધા-ગોપ-ગોપી સંગે, મનેય તું બોલાવજે,
દ્વારકા જઈ બની દ્વારકાધીશ, ભૂલી ન જતો મને,
તારા વિના તડપતો રહીશ, શોધીશ ક્યાં હું તને?
અહીં-તહીં ભટકતો ના રહું, હું ચોરાસીના ચક્કરમાં,
ભૂલથીયે જાઉં દૂર "અનમોલ", તો ખેંચી લેજે મને…!
~ અનિલ બી. સરૈયા "અનમોલ"