#Navratri
#Kavyotsav
આમ તો હું ચંડી, ચામુંડા ને દુર્ગાનું રૂપ,
પણ તું મારો કાન ને હું તારી રાધા સ્વરૂપ.
મોર્ડન કપડાં પહેરી ભલે ઘુમુ વર્ષ આખું,
પણ નોરતાએ તો ચણીયા ચોળી નિખારે રૂપ.
સાબરમતી કિનારે રમશું ગરબા ને રાસ,
જોશે હવે દુનિયા આપણું પારંપરિક સ્વરૂપ.
ભલેને હોય ગોપીઓ હજાર તારી આસપાસ,
પણ તારા પ્રેમનો રંગ નીખારશે મારું આ રૂપ.
ઘુમિશું ગરબે મેળવીને તાલ સંગ સંગ જ્યારે,
જગ પણ રહેશે દંગ જોઈ રાધા કૃષ્ણનું સ્વરૂપ.
યુગો યુગથી જુદાઈની પરંપરા આવતી ચાલી,
ભળીશું એકમેકમાં ને થઈને રહીશું એક રૂપ.
આમ તો હું ચંડી, ચામુંડા ને દુર્ગાનું રૂપ,
પણ હું તારું વિશ્વ ને તું મારા બ્રહ્માંડ સ્વરૂપ.
©શેફાલી શાહ
#Kavyotsav
#Navratri