#Navratri
#Kavyotsav

આમ તો હું ચંડી, ચામુંડા ને દુર્ગાનું રૂપ,
પણ તું મારો કાન ને હું તારી રાધા સ્વરૂપ.

મોર્ડન કપડાં પહેરી ભલે ઘુમુ વર્ષ આખું,
પણ નોરતાએ તો ચણીયા ચોળી નિખારે રૂપ.

સાબરમતી કિનારે રમશું ગરબા ને રાસ,
જોશે હવે દુનિયા આપણું પારંપરિક સ્વરૂપ.

ભલેને હોય ગોપીઓ હજાર તારી આસપાસ,
પણ તારા પ્રેમનો રંગ નીખારશે મારું આ રૂપ.

ઘુમિશું ગરબે મેળવીને તાલ સંગ સંગ જ્યારે,
જગ પણ રહેશે દંગ જોઈ રાધા કૃષ્ણનું સ્વરૂપ.

યુગો યુગથી જુદાઈની પરંપરા આવતી ચાલી,
ભળીશું એકમેકમાં ને થઈને રહીશું એક રૂપ.

આમ તો હું ચંડી, ચામુંડા ને દુર્ગાનું રૂપ,
પણ હું તારું વિશ્વ ને તું મારા બ્રહ્માંડ સ્વરૂપ.

©શેફાલી શાહ

#Kavyotsav
#Navratri

Gujarati Poem by Shefali : 111597350
Dr. Damyanti H. Bhatt 4 year ago

ખૂબ સુંદર 👌👌👌 રચના

Jay Purohit 4 year ago

superb.....fentastic

Ishan shah 4 year ago

Wahh 🙌 khub saras 💯

Shefali 4 year ago

હા અને એજ સ્ત્રી પ્રેમ માટે કુરબાન પણ થાય છે 🙏🏼

SUNIL ANJARIA 4 year ago

શાબાશ.આમતો.. કરી કહી દીધું કે સ્ત્રી પ્રેમ પામવા માટે છે પણ વખત આવે ચંડી સ્વરૂપ બની ગુસ્સો પણ બતાવે છે

shekhar kharadi Idriya 4 year ago

અત્યંત સુંદર અભિવ્યક્તિ

Yakshita Patel 4 year ago

Vahh...bov j mast...

Jignesh Shah 4 year ago

અદભૂત રચના

Tinu Rathod _તમન્ના_ 4 year ago

અદ્દભૂત..👌👌

SHILPA PARMAR...SHILU 4 year ago

Wah... Mast...👌👌

Parmar Geeta 4 year ago

આ,, હા.. અદ્ભૂત 👌👌👏👏

...... 4 year ago

Wah..di mast

Jainish Dudhat JD 4 year ago

Mind blowing didi 👏👏👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now