#Navratri
#નવરાત્રી
સાથિયા પુરાવુ, આંગણે ફૂલડા વેરાવુ
મારા રુદિયા માં તારી મૂર્તિ બેસાડું
દિવડા સજાવુ રૂડો ગરબો શણગારૂ,
તારી ભક્તિ નો આજ જો લ્હાવો મળી જાય!
નવ નવ દિવસ તને નૈવેદ્ય ધરાવું,
માઁ તમે આરોગો તો એ પ્રસાદ બની જાય!
ભૂલ ચૂક હોય તો, માફ કરજો
બાળક આજ તારો દાસ બની જાય!
માઁ તારા નોરતા આવે ને,
આનંદ ઉલ્લાસ છવાઈ જાય!