#Navratri
#kavyotsav
સખીઓ ટોળે વળી ઝૂમે
નિત નવા શણગાર સજી ગરબે ઘૂમે
રે સખીઓ...માઁ તારા ગરબાની રમઝટ બોલાવે
સપ્તરંગી ઘાઘરા ચોળી પહેરી
માથે માઁ બબ્બે ગરબી ગાગર જોડી
રે સખીઓ...માઁ તારા ગરબાની રમઝટ બોલાવે
ડીજે ના ઘોંઘાટથી થઈ મુક્ત
તાળીઓ ને મીઠી સુરાવલીથી થઈ યુક્ત
રે સખીઓ...માઁ તારા ગરબાની રમઝટ બોલાવે
પગે ઝાંઝર એવાં ઝણકારે
મારી ઠેહકા યુવાનોના હૈયા ડોલાવે
રે સખીઓ...માઁ તારા ગરબાની રમઝટ બોલાવે
શેરીઓ ફરી જીવંત થઈ ઉઠી
ઠેર ઠેર રોશનીઓથી ગલીઓ દીપી ઉઠી
રે સખીઓ...માઁ તારા ગરબાની રમઝટ બોલાવે
✍યક્ષિતા પટેલ