ભમરડો ફેરાવવું હાથ પર,
એવું બાળપણ હવે ના મળે,
સલમ ગાડી દોડાવુ રસ્તે,
એવું રમકડું હવે ના મળે,
આમલી પીપળી દાવ રમતાં,
એવી રમત હવે ના મળે,
રોજ રખડવા જાય પાદરે,
એવી બાકસની છાપો હવે ના મળે,
મળે મળે બધુંજ યુવા ઘડપણે,
એમ શૈશવકાળનું સુખ હવે ના મળે.
મનોજ નાવડીયા