Quotes by Mehul Siddhapara in Bitesapp read free

Mehul Siddhapara

Mehul Siddhapara

@mehul770


“વિશ્વગુરૂનો ખિતાબ”

સતત વરસતાં વરસાદમાં પરબ કેમ આપું,
ગાંધી-સરદારના ગુજરાતમાં શરાબ કેમ આપું.

એ દેશભક્તિના નામે બેઠા હતાં સત્તા પર,
એ ખોટા દેશ ભક્તોને હું ગુલાબ કેમ આપું.

હતો અભણ પણ બહું ભણેલો છું નો હતો ઢોંગ,
એ ચોથી પાસ રાજાને હું કિતાબ કેમ આપું.

તેમના કામનો પ્રકાશ નાના દીપક સમો ય નથી,
એ ફર્જી ડિગ્રીને ઉપમા આફતાબ કેમ આપું.

વસુધૈવ કુટુંબકમની વાતો આખા વિશ્વમાં કરતો,
એ વોટચોરોને વિશ્વગુરૂનો ખિતાબ કેમ આપું.

-મેહુલ સિઘ્ઘપરાં (અહેસાસ )

Read More

“ગંભીરા બ્રીજ દુર્ઘટના”

અધ્યાત્મની એ ટોચ છે કબીરા,
આ વખતે મૌત માટે બ્રિજ “ગંભીરા”

રસ્તા પર સલામતી હવે ક્યાં રહી?
ચાલશો તો પણ કચડી નાખે નબીરા!

બીજા માળે હો, ત્યાં પણ સુરક્ષા નથી,
જીવતા દઝાડે છે વીજળીના તિખારા.

સલામત ક્યાંય નથી હવે આવામ,
બેસશો હોડીમાં નહીં ભાળો કિનારા.

હવાઈ સફર કેમ કરું હવે ‘અહેસાસ’
ઉડતા વિમાનને ક્યાં હોય છે સહારા.

– મેહુલ સિઘ્ઘપરાં “અહેસાસ”

Read More

🥲 “અંતીમ ઉડાન” 🥲

પ્લેનમાં હતાં સવાર, કાળજાનાં ટૂકડાં,
પણ ખુદ પ્લેન થઈ ગયું ટૂકડે ટુકડા.

બધાના હદયમાં પ્રભુનો વાસ છે પણ,
ક્યાં ખબર હતી, હશે આટલાં ઢુકડા?

કોઇ વતનથી જતું, તો કોઈ જતું વતન,
ભિન્ન ભાષાઓ છતાં એકસરખા બરાડા.

મૌત જો લખેલું હોય, રસ્તાઓમાં મળે,
આ આસમાનના રસ્તા, ક્યાં હતાં સાંકડા?

સીટો હતી મસ્ત ગાદીવાળી અહેસાસ ,
નિકળ્યાં ભગવાનના બગીચાનાં બાકળા.

-મેહુલ સિઘ્ઘપરાં (અહેસાસ )

Read More

“નજરે નહીં… નઝમમાં તું”

મારી જવાની…🌹

🌹🌹🌹

🙏🙏🙏

કવિ છું લાચાર, શબ્દો જ મારી તલવાર છે,
સત્તા માટે તમે કરેલો આ નિમ્ન પ્રહાર છે.

એ રાજા કાયર છે, જે આવામને મૌત આપે છે
બે ખોફ હુમલાખોરો ને કોણ સંભાળનાર છે?

નોટબંધીએ કમર તોડેલી આંતકવાદીઓની
તો હવે કયો ઓર્થોપેડિક મણકા ગોઠવનાર છે?

તપાસ થશે, દોષિતોને છોડવામાં નહિ આવે,
આ બધા તો આફત અવસર બની વેંચનાર છે.

કેન્ડલ માર્ચનું બ્રહ્માસ્ત્ર પણ હવે ખાલી છે,
સત્તાધીશો જ નિર્દોષોના બલિ ચડાવનાર છે.

-મેહુલ સિઘ્ઘપરાં (અહેસાસ )

Read More

જીવનનો સાર…🌹