भगवान श्री कृष्ण के जन्म दिन की हार्दिक शुभकामनाए, उनकी कृपा आप और आपके परिवार पर सदैव बनी रहे यही हमारी कामना है !

-B________Gehlot

Read More

સારા દેખાવા માટે
એટલા રૂપિયા ખર્ચાઈ જાય છે કે
સારા બનવા માટે કંઈ બચતું નથી..!

નજર જુદી,
આંખો જુદી જુદી,
તાકવું જુદું ,
ને તાગવું ? એ પણ જુદું!!

-B________Gehlot

કરી શકે જો
સ્વયં નો અભિષેક
તો..!
ભીતર પણ એક શિવાલય છે..!!

-B________Gehlot

દુનિયાને બદલવા માટે તમે જેનો ઉપયોગ
કરી શકો એવું આમોધ શસ્ત્ર શિક્ષણ છે,
તમારી પસંદગીમાં તમારી આશાઓ નું પ્રતિબિંબ હોવું જોઈએ નહીં કે તમારા ડરનું..
-નેલ્સન મંડેલા

-B________Gehlot

Read More

✌️અણધારેલી સફરની શરૂઆત થશે,
મારી કાબેલીયતની જ વાત થશે.
નથી ખબર કે પરિણામ શું આવશે,
પણ હા! કેટલીક ભૂલોની માત થશે.
મહેનતનો ચાંદ આસમાને ખીલશે,
ક્યારેક તો એવી સુહાની રાત થશે.
રાહની અટકળો તો દૂર થશે જ,
ફરી એક નવી સફરની શરૂઆત થશે.
વિચારો અને હકીકત વચ્ચે દંભ થશે,
પૂર્ણ છતાં અધૂરી કેટલીય રજૂઆત થશે.
માન્યું કે પરીક્ષા મારી ઘણી લેવાશે,
ક્યારેક તો સપનાઓ સાથે મુલાકાત થશે....🤞🤝🤗

Read More

કલ્પનાની કવિતા
ચંદ્રયાન ને કહો ને થોડું ઉપર જાય, જ્યાં
મેઘરાજાની મહેફીલ ના ફોટા પાડી આવે
કઈ બાજુ ધોધમાર ને કઈ બાજુ વાંછટ
ક્યાં કેવું વરસવું એ પ્રોગ્રામ જોઈ આવે
વીજળી બાઈ નવરી બેસી શું કરતી હશે
કહેજો ને એની દિનચર્યા ની ખબર લઈ આવે
પાછું આવે તો ખાલી હાથે ન આવે
થોડાક નાના નાના મેઘ ધનુષ્ય લેતું આવે

Read More

क्षमता और ज्ञान हमेशा आपके गुरु बनें, आपका गुरुर नहीं!
🙏🏻
||गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं||

-B________Gehlot

એક સુથાર પોતાના વર્કશોપ પર કામ કરી રહ્યો હતો .અચાનક અનરાધાર વરસાદ શરૂ થયો સુથાર પોતાનું વર્કશોપ બંધ કરીને ઉતાવળા પગલે ઘર તરફ ચાલ્યો ઉતાવળમાં કામ કરવાના કેટલાક સાધનો વર્કશોપ માં જમીન પર જ પડ્યા રહ્યા.
ખૂબ વરસાદ પડવાના કારણે એક સાપ જમીનમાંથી બહાર આવ્યો. એ ખૂબ જ ભૂખ્યો હતો ખોરાકની શોધમાં આમ તેમ ભટકી રહ્યો હતો. આ સાપ રાત્રિના સમયે પેલા સુથારના વર્કશોપ માં દાખલ થયો અને કંઈક ખોરાક મળશે તે આશામાં આંટા મારવા લાગ્યો. જમીન પર કુહાડો પડેલો હતો. સાપ આ કુહાડા પરથી પસાર થયો અને કુહાડાની તીક્ષ્ણ ધારને કારણે એના શરીર પર એક કાપો પડ્યો.
સાપને થોડી પીડા થઈ અને શરીરમાંથી લોહી પણ નીકળવા માંડ્યું. એને બદલો લેવાનો નક્કી કર્યું. કુહાડાને પોતાના શરીરથી ભરડો લીધો અને કુહાડાની ધાર પર જ પ્રહાર કર્યો. આમ કરવાથી વધુ લોહી નીકળ્યું. કુહાડો લોહીથી લાલ થવા લાગ્યો. સાપને એવું લાગ્યું કે મારા પ્રહારો ના કારણે કુહાડાને પણ લોહી નીકળી રહ્યું છે.
સવારે આવીને સુથારે વર્કશોપ ખોલ્યું તો મરેલો સાપ જોયો જે કુહાડાને વિંટળાયેલો હતો.
આપણી દશા પણ આ સાપ જેવી જ છે. બીજાને નુકસાન પહોંચાડવાના પ્રયાસમાં આપણી જાતને જ નુકસાન પહોંચાડીએ અને આપણને ખબર પણ નથી પડતી કે આપણે બીજાને નહીં આપણને પોતાને જ નુકસાન પહોંચાડી રહ્યા છીએ..

Read More

બસ હવે તો મન મૂકીને વરસી લે એય વાદળ,
આમ ભારે હૈયે ફરવું એ માણસ ને શોભે, તેને નહી...!

-B________Gehlot