ફોટો 1. રંગોળી 2014 માં. ગેરુ લિંપીને, હાથેથી સફેદ ચિરોડી દ્વારા આઉટલાઈન બનાવી રંગો પૂરેલી.
ફોટો 2. રંગોળી 2024. સીધી બીબાં દ્વારા.
હવે સહુની જીવનશૈલી બદલાઈ ગઈ છે. એ પહેલાં ટપકાં કરી એ જોડી ડીઝાઈન બનતી, એનાં ટપકાં વાળાં પાનાં મળતાં, રંગોળીની મોટે ભાગે મરાઠીમાં ચોપડીઓ મળતી અને લોકો ચાર ચાર કલાક દિવાળીની રાતે રંગોળી કરતા!
મેં પોતે શીખ્યો ત્યારથી ટપકાં રંગોળી 90ઝ માં કરી છે. નાગર કુટુંબોમાં રંગોળી કરે એ જોવા ખાસ જતો. તેમની ચાર ચાર ફૂટ મોટી રંગોળીઓ જોઈ છે. નવા વર્ષે બેંકની ઝોનલ ઓફિસ સ્નેહમિલનમાં હાજરી પુરાવવા ( કહેવાય સ્નેહમિલન, લગભગ કંપલ્સરી જેવું હતું,) જઈએ તો ત્યાં પ્રાંગણમાં વિશાળ, મોટે ભાગે અક્ષયમ તે ભવિષ્યતિ વાળા સિમ્બોલ ની રહેતી પણ ઘણી વાર ફૂલોની પણ મોટી રંગોળી થતી. ક્યાંક શિવજી કે રાધા કૃષ્ણ, ક્યાંક અદ્ભુત ડીઝાઈન ખાસ જોવાની મઝા પડતી.
એ સમય ગયો. હવે એ કાણાં વાળા પેપર દેખાતાં નથી. ગેરુ લીંપેલી ફ્લોર પર ટપકાં થી કરેલ રંગોળીઓ બહુ ઓછી દેખાય છે.
સમય સમય બલવાન હૈ.