Quotes by Mr Mehul Sonni in Bitesapp read free

Mr Mehul Sonni

Mr Mehul Sonni Matrubharti Verified

@moxmehulgmailcom
(86.9k)

રણભૂમિ નો ટંકાર છે માધવ
કર્મ ભૂમિનો હુંકાર છે માધવ
બાંસુરીની મીઠાસ છે માધવ
સુદર્શનચક્રની હામ છે માધવ

Mr.Mehul Sonni

Read More

છોડીને બધું શરણમાં આવ કહે માધવ
મુક્ત કરીશ બધી મૂંઝવણથી કહે માધવ
છું તારી જ આસપાસ તું જો કહે માધવ
ક્યાંય નહી બસ હૃદયમાં છું કહે માધવ

– mr.Mehul sonni

Read More

સર્વેસર્વા તમે છો માધવ
અંતરમાં તમે છો માધવ
સારથિ બની રસ્તો બતાવો
ઊતાર્યો ભવપાર તમે માધવ
પ્રેમથી સંભાળો તમે માધવ

Mr. Mehul sonni

Read More

ભૂલે તું તારું કર્મ કેમ કહે માધવ
ચાલતો રહે થાકે કેમ કહે માધવ
જો મનની અંદર છે શક્તિનો ધોધ
કોઈ નથી હું છું સાથે કહે માધવ
વિપત પડે સાદ કરજે કહે માધવ
હું આવી ઊભો રહીશ પલભરમાં

mr.mehul sonni

Read More

મુરલીનો મધુર સ્વર છે માધવ
ભગવદ ગીતાનું મૂળ છે માધવ
આરંભ છે અને અંત છે માધવ
હારેલાંઓની તાકાત છે માધવ
સાહસ છે ને વિશ્વગુરુ છે માધવ

Mr. Mehul sonni

Read More

સુખ કે દુઃખ મરજી માધવની
સારું કે ખરાબ મરજી માધવની
જીવન છે સફર સમજણ રાખો
કર્મ કરો સારા છે મરજી માધવની
છે બધું હાથ હરીને ધ્યેય એ રાખો
કર્મ કરી છોડો બાકી મરજી માધવની

Mr.mehul sonni

Read More

તું કર્મ કર છોડ બીજું, માધવ સાથે છે
તું સારું જો છોડ બીજું, માધવ સાથે છે
તું કર્મનો અધિકારી, તારું બીજું કઈ નથી
તું સારું બોલ છોડ બીજું, માધવ સાથે છે
તું સારું સોચ છોડ બીજું, માધવ સાથે છે
તું શોધે બહાર જો, માધવ તારી ભીતર છે

– મેહુલ સોની

Read More

તું કરી શકે બધું તારી સાથે માધવ છે
તું વિશ્વાસ રાખ તારી સાથે માધવ છે
સંસાર છે રણભૂમિ કર યુદ્ધ તું સંયમનું
સ્વીકાર કર સ્વયંનો તારી સાથે માધવ છે
હાર કે જીત તારો પ્રશ્ન નથી કર્મ તું કર
જીવનના હર પલમાં તારી સાથે માધવ છે.

– મેહુલ સોની

Read More

દર્દની પણ દુર્દશા થાશે, તું ખાલી કર્મ કર
બહાર જોવાનું બંધ કરી તું તારો ધર્મ ધર
શક ના કરીશ આમ કેમ તેમ કેમ વિચારી
લખ્યું લલાટે થશે તું કર્મ કર એમ વિચારી
લાખો લોકોની આશા છે તુજ પર જો જરા
તું અમર થશે રાખ આશા જાત પર જરા
દર્દની પણ દુર્દશા થાશે,તું ખાલી કર્મ કર!

મેહુલ સોની

Read More

જીવનને સમજવા કરતા માણવું સારું
સમજનાર પણ ક્યારેય નથી સમજી શક્યા!

-Mehull Soni