મારા હોઠ પરનું સ્મિત છે તું, ખૂબ જ ખાસ છે તું
ગુસ્સો આવવનું કારણ છે તું અને ગુસ્સો શાંત કરનાર પણ છે તું,
ઝઘડા કરનાર પણ છે તું અને સતાવનાર પણ છે તું ,
હું રિસાવું છું તો મનાવનાર પણ છે તું ,
જીદ કરનાર છું હું પણ જીદને પૂરી કરનાર છે તું ,
ચંચળ તો હું છું પણ આ ચંચળ મનને સંભાળનાર છે તું ,
વધારે વાતો કરનારી છું હું પણ એ બધી વાતો સાંભળનાર છે તું ,
ભલે રોજ નથી મળાતું પણ વગર મળ્યે સાથ રહેવાનો અહેસાસ છે તું ,
માત્ર સુખમાં જ નહી દુ:ખમાં પણ સાથ છે તું,
જરૂરી નથી બધાં સંબધો કહી ને જ વણૅવી શકાય પણ તું ખાસ છે ખૂબ.
_Dhanni
#હોઠ