Quotes by RRS in Bitesapp read free

RRS

RRS

@raghuveer
(73)

HAPPY DIWALI

વારસો છે આઝાદીનો , થોડો સાચવીને રાખીએ ,
અમુલ્ય છે આઝાદી , વખાણ કરતા ન થાકીએ...

સત્ય અને અહિંસાનાં , મારગે આપણે ચાલીએ ,
કરે કસોટી ધીરજની કોઈ, જવાબ એવો આપીએ..

સરદાર-ગાંધી-સુભાષજીનાં, વચનોને સૌ માનીએ ,
સ્વતંત્રતા 'ને સ્વાધીનતાનાં ફળ મીઠાં તો પામીએ...

જાળવી રાખજો આઝાદીને , ભાઈચારાને વાવીએ ,
સ્વાતંત્ર્યવીરોનો આ સંદેશ , અમલમાં સૌ લાવીએ...

#વારસો
#15august
#74thIndependenceDay
#india

Read More

વાતો પુરી થશે નહીં , આ ટૂંકી મજલમાં ,
હોઠેથી નીકળશે નહિ , કહું છું ગઝલમાં...

#હોઠ

સાક્ષરતા સૌથી વધુ 'ને માછલીનો આકાર છે ,
દરવાજો છે હિંદનો અને કાંઠો એ મલબાર છે ,
હાથી એની ઓળખ અને ઈશ્વરનું એ ઘર છે ,
મલયાલમ ગૌરવ છે 'ને કથકલી તેની શાન છે ,
નૌકાદોડ અજોડ ત્યાંની ને ઓણમ તહેવાર છે ,
આવું મજાનું રાજ્ય ભારતનું નામ તેનું કેરળ છે...

#કેરળ

Read More

સંસ્કૃતિ સમૃદ્ધ છે અને જીવન સાદું-સરળ ,
કુદરત ખૂબ મહેરબાન જ્યાં એ આપણું કેરળ...


#કેરળ

વમળ સરખી જિંદગીને ચાલને માણી લઈએ ,
રૂડાં 'ને રૂપાળા પથ્થર ચાલને વીણી લઈએ...

આગ છે જો આસપાસ ચાલને ઝાકળ બનીએ ,
ઝગમગતાં તાપણામાં બેસી હૈયા ઠારી લઈએ...

વર્ષાભૂખી ધરતી ઉપર ચાલને વાદળ બનીએ ,
છો ને શિશિરમાં આપણે ચાતક જેમ તરસીએ...

સરસ મજાના જીવતરમાં ચાલને દયાળુ બનીએ ,
લાંબુ નહીં, પણ સુંદર એવું ચાલને જીવી લઈએ...


#દયા

Read More

भीतर पनपती हर बुराई को साफ करना ,
हो गई हो गलतीयां मुझसे , दोस्तो माफ करना ;
हमने तो कोशिश की थी आगाज़ करने की ,
बातोमें बगावत रही होगी , हो सके तो माफ करना...

Read More

ઈસુ જો અહીં ફરીથી આવે ,
ભૂખ્યાને જોઈ નિઃશ્વાસ નાખે ;
પોતાનાં શિષ્યો શું કરે છે આજે ,
માત્ર પરિવર્તનમાં જ ધર્મ શોધે ;
ભૂલ માફ કરજે પાલનહાર તું ,
એમ કહી ઈશ્વરની માફી માંગે...


#ઈસુ

Read More

વિચાર રજૂ કર્યા માનવનાં વૃંદમાં ,
સત્યવાણી જ્યાં ઉચ્ચારી એમણે ;
જગતમાં નાદ જ્વલંત જગાવવા ,
સંદેશ એમણે બહેતર દીધો ;
અક્કર્મી એ રાજસત્તાધીશોએ ,
શ્રી ઈસુને ક્રોસમાં કોપ દીધો...

#ઈસુ

Read More