🌺પ્રેમનું ઝરણું🌺
સુંદર ચહેરો તારો એક નજરમાં જાણે
મારા દિલમાં જ છપાઈ ગયો,
જાણે વર્ષોથી સૂકા રણમાં
તે પ્રેમનું એક ઝરણું જ વહાવી ગયો.
ગમ્મત કરવાનું મન છે આજે એનો દિલમાં જાણે
એક નવો સાદ જ પડાવી ગયો,
જાણે વર્ષોથી સૂકા રણમાં
તે પ્રેમનું એક ઝરણું જ વહાવી ગયો.
આંખો લડાવવાની કોશિશ કરી પણ જાણે
હું તો તારી પાંપણે જ પટકાઇ ગયો,
જાણે વર્ષોથી સૂકા રણમાં
તે પ્રેમનું એક ઝરણું જ વહાવી ગયો.
ગુલાબ કેરા #હોંઠ જોઈ તારા હું તો જાણે
દૂરથી જ ભરમાઈ ગયો,
જાણે વર્ષોથી સૂકા રણમાં
તે પ્રેમનું એક ઝરણું જ વહાવી ગયો.
તારા જોડે સંબંધનું કપડું ગૂંથવા મને મન હું જાણે
એક તાંતણે જ બંધાઈ ગયો,
જાણે વર્ષોથી સૂકા રણમાં
તે પ્રેમનું એક ઝરણું જ વહાવી ગયો.
પછી તું ચાલી ગઈ અને આ દિલે જાણ્યું
સંબંધ કોઈ ન હતો આપણો
છતાં બે ઘડી તે અહેસાસ એક વહેતી નદીને જાણે
સ્થિર ઝરણાંનો કરાવી ગયો,
જાણે વર્ષોથી સૂકા રણમાં
તે પ્રેમનું એક ઝરણું જ વહાવી ગયો.
DJC✌️
#હોઠ