#હોઠ
પણ હા, આ હોઠ ની મુસ્કાન ક'દી ખોવા ન દેતા....
જિંદગી છે સાહેબ,
આવશે ઉતાર ચઢાવ ઘણા
ને સુખ દુઃખ નો પણ કાફિલો
પણ હા, આ હોઠ ની મુસ્કાન ક'દી ખોવા ન દેતા....
દિલ પણ તૂટશે અહીં
ને દિલ લાગશે અહીં જ ક્યાંક
પણ હા, આ હોઠ ની મુસ્કાન ક'દી ખોવા ન દેતા....
નિષ્ફળતા ના બોજ માં દબાય જશો
ને વળી સફળતા પણ ઘણી ઉંચી આંબસો
પણ હા, આ હોઠ ની મુસ્કાન ક'દી ખોવા ન દેતા....
પોતાના ને પારકા બનતા
ને પારકા જીવ થી વ્હાલા થતા પણ દેખશો અહીં
પણ હા, આ હોઠ ની મુસ્કાન ક'દી ખોવા ન દેતા....
સંસાર ની દોર ઈશ્વર પર વિશ્વાસ પણ તુટસે
ને એનાથી વિશ્વાસુ બીજું કોઈ નહિ એમ પણ થશે
પણ હા, આ હોઠ ની મુસ્કાન ક'દી ખોવા ન દેતા....
જિંદગી છે સાહેબ,
હોઠ પર મુસ્કાન સાથે જીવવી જ પડશે....
-પર્લ મહેતા