Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

हजार बार ली हैं तुमने तलाशी
मेरे दिल की,बताओ कभी कुछ मिला हैं
इसमें तुम्हारे सिवा,,,!🥰♥️🤗

narayanmahajan.307843

✴️પિતાનો દિવસ અને પિતાનો સંઘર્ષ ✴️
➖➖➖➖➖➖➖➖➖➖➖

મારા ગઢા આપા એટલે કે મારા દાદા(ઓઘડ ગાંગા સરૈયા ભરવાડ)ને કુલ અગિયાર સંતાન જેમાં નવ દીકરાને બે દીકરીઓ, મૂળ વ્યવસાય પશુપાલનનો( ગાયો, ઘેટા, બકરા) તેમ છતાં મારા દાદી(જાનામાં)એ બધાને લાડકોડથી ઉછેરી મોટા કર્યા જેમાં મારા આપા(પિતા)મૈયાભાઈ નો ભાઈઓ માં ત્રીજો નંબર એટલે આટલા ભાંડરુંમાં મોટાભાઈઓની જવાબદારી વધારે ગણાય એટલે ઘરના બધા ભાંડરુંનું પોહાણ પશુપાલનમાં થાતું નોતું અને આર્થિક જરૂરિયાતને કારણે મારા પિતા ગામના એક ખેડૂત કણબી(પટેલ)ની ભેગા સાથીપણું કરવા મૂકેલા( તેમને જ મૂકવાનું કારણ: છફૂટ, છઈંચ હાઇટ બોડી અમારા આખા ખાખુઈ ગામમાં હજુ એમનાથી ઊંચું કોઈ પેદા નથી થયું) જેમાં ખેતીકામ /મજૂરી કરવાની તેના બદલામાં દાણા(અનાજ) આપતા જેમાંથી પરિવારને રોટલો હાલતો.

સમાજના રિવાજ મુજબ નાનપણમાં જ મારા આપા અને તથા મોટા આપાઓના વારાફરતી બાળલગ્ન થયેલા એટલે ઉંમર થતા વારાફરતી બધાના આણા તેડ્યા જેમ જેમ સંસાર માંડે તેમ તેમ એક-એક ભાઈને નોખું થતું જવાનું ને આત્મનિર્ભરતાથી જ પોતાનો રોટલો અલગ રળવાનો અને ઘરેબારે થવાનું.

સાચો સંઘર્ષ પછી શરૂ થયો રેવા મકાન નહીં, ધંધો નહીં કરવું શું? અમુક વર્ષો સુધી મારીમાં ના જુરામાં/ધામેણામાં (અમારા સમાજમાં પિતા દ્વારા દીકરીને સાસરે સાથે આપેલ પશુધન નું દાન) આવેલ ગાડ(ઘેટા), સાળા(બકરા) લઈને ચરોતરમાં વાંઢ ચારી રોટલા હાંક્યા ત્યાં સુધીમાં મોટીબહેન અને મોટાભાઈના જન્મ થયેલ, ત્યાર બાદ પણ ઠેકાણું નો પડ્યા તે સમયે હીરાનો જમાનો હતો તો થોડાક વરાહ હીરા ઘહ્યાં, ત્યાં સુધીમાં મારા આપા ઉપર ક્રમશઃ અમારા પાંચ ભાંડરડાઓની જવાબદારી આવી ચૂકી હતી એક પ્લોટ લઈ વિલાયતી નળીયાવાળું એક કાચા ચણતરનું મકાન(ઓરડો+ઓસરી) બનાવ્યું હતું. તોય જિંદગી બે પાંદડે થઈ નોતી.

મૂળ તરુણ વયથી સાથીપણું કરેલું એટલે ખેતીમાં વધારે આવડત અને રસ હતો ઈ ગાળામાં ગામમાંથી સુરત ભણે ખૂબ હિજરત થયેલ એવામાં કણબીના ભાગ્યા ત્રીજા ભાગે રાખતા જેમાં વધે કે નો વધે પૂરી મહેનત કરતા અને ઈમાનદારી ચૂક્યા વિના ખેડુને હિસાબ આપી દેતા. આમ જિંદગીના ચડાવ-ઉતાર અને તડકા છાયામાં મોટાબેન પણ ક્યારે જુવાન થઈ ગયા ખબર ના રહી.

અમે પાંચ ભાંડરુંમાં સૌથી મોટાબેન(અભણ પણ કોઠા સૂઝ ખૂબ જ), મારથી મોટાભાઈ( ભણવામાં મારા કરતા બોવ હોશિયાર પણ ભણ્યા નહીં ત્રણ ચોપડી ભણ્યા), વસેટ હું (ડિપ્લોમાં સિવિલ ઇજનેર), મારાથી નાની બેન(હોશિયાર ધો.૭ સુધી ભણાવેલ), સૌથી નાનીબેન(સાહેબની બીકે નિશાળ જાય તો તાવ આવી જતો! ન ભણી.)

પછી મને ગામમાં સાત પાસ કરી ધોરણ આઠમાં બાજુંના ગામ તુરખા ઉત્તર બુનિયાદી સંસ્થામાં છાત્રાલયમાં ભણવા મૂક્યો ઈ ગાળામાં મારા આપાનું ભાગ્યા રાખવાનું કામ શરૂ જ, સાથે મોટાભાઈ અને બહેનો પણ ખેતીકામમાં જોતરાઈ ગયેલા જેમાં ખાલી ઘર હાલેને મજા મજા ! એવામાં વર્ષ ૨૦૦૪માં ગામમાં એક જમીન વેચાવ જેમાં આપા ને નજર પડી પણ પૈસા નહીં! તોય આપએ સાહસ કર્યું હગા-હાઈ(માસી,મામા) પાસેથી ઈ સમયે બે,પાંચ,દસ,વિશ હજાર એમ ભેગા કર્યા જમીન લીધી જે તદ્દન બિનઉપજાઉ અને પથરાળ મોટાભાગની પડતર એને ધીરે ધીરે સારી કરી ખૂબ મેનત કરી પછી ઘરની ખેતીમાં ઉપજ ભાળી ધીરે ધીરે ગાડી રાગે પડી આ બાજુ મારું ભણતર પણ ચાલુ જરૂર પડ્યે પૈસા ગમે ત્યાંથી લાવી મને આપતા એ સમયે ભલે હું નાનો હતો પણ આ બધા સંઘર્ષ સમજી શકતો હતો બધા ભાંડરુંને
સમાજના રિવાજ મુજબ ધામ-ધૂમ પરણાવ્યા અને આ બાજુ મારી પર મૂકેલો અતૂટ વિશ્વાસ મેં જીતી લીધો અને મને અધિક મદદનીશ ઇજનેર તરીકેની સરકારી નોકરી મળી હું અમારા ગામના ૭૦ ઘરના નેહાડામાં પ્રથમ ૧૦પાસ (૨૦૦૯માં) અને નેહાડાનો પ્રથમ નોકરિયાત અને ગામનો પ્રથમ સિવિલ ઇજનેર અને પ્રથમ સુપર ક્લાસથ્રી બન્યો બસ ત્યારથી મારા આપાના દિલને ટાઢક વળી કે હાલો હવે આની ઉપાદી ઓછી નઈ !

આ બધું જ હું સમાજણો ત્યારથી જોતો આવું છું હું ભણતો ત્યારે મને સૌથી સારું સમજવા વાળા મારા આપા એક જ હતા તે સમયે આખા નેહડા ના છોકરા તરુણાવસ્થાથી જ રળતા અને હું જુવાન થયો ત્યાં સુધી ભણતો બોવ અઘરું હતું મારા માટે કેમ કે એ સમયે હું એક જ હતો જે આવડો મોટો (૧૮-વરહ)નો હતો છતાં રળતો નોતો, બને એટલો ઘર બાર નીકળવાનું એટલે ટાળતો કે બાર નીકળ્યા ભેગા જે મળે ઈ " હવે નોકરી-બોકરી મળે એમ છે કે નહીં? " આ બધું પૂછવા વાળાનો આપડી પ્રત્યેનો પ્રેમ હતો એટલે સહજ પણે પૂછતા. પણ,મારા માટે ખૂબ અઘરું હતું ત્યારે!

મારા આપાના સારા કર્મો અને એમની પવિત્રતા જ મારા માટે મોટીવેશન હતા એટલે હું કદાચ અહીંયા છું. અને હંમેશા તેમના નિયમો અને વિચારો અનુસરવા પ્રયત્ન કરતો આવ્યો છું અને હું આજે જે કાંઈ છું તે મારા આપા ના લીધે જ છું.

આજની તારીખે પણ જિંદગીના નિયમો, સાદગી અને પવિત્રતા એમની એમજ છે. હજી,રોજ વાડીએ જવાનું થાય ઈ મેનત કરવાની જ, ગામમાં મંદિર,જાહેર કાર્યોમાં સેવા આપવાની, બાળકોને રાજી કરવાના,સાદાઈથી રેવાનું. હું મારા પરિવાર સાથે ભાવનગર રહું છું માતાપિતા ગામડે રે! આજે મારે પણ નોકરીના બાર વર્ષ થયા હુંય બે બાળકોનો બાપ થયો (દીકરો ૧૦વર્ષ , દીકરી ૭વર્ષ )તોય રોજ સાંજે ખબર લેવા ફોન આવે જ! બસ આજ છે મને મળેલ મારા આપાનો પ્રેમ ! હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જન્મો જનમ તમે જ મારા બાપ રેજો ! 🙏

સૌ- મિત્રોને ૨૧ જૂન, Father's Day ની શુભેરછાઓ 😍

- ✍️ " ગોપાલ સરૈયા "🤗

( ફોટા ૨૦૨૪ માં ઉત્તરાખંડ અને વ્રજભૂમિ યાત્રાના છે.

saraiya80gmailcom

"If God were to grant me one boon, I would ask for this:
"O Lord, let me remember at every moment: You are the Doer; I am only Your instrument. May I never forget this truth."🙏

ak0150262003yahoocoi

jai jagannath

skptech

वीर पुत्र अभिमन्यु

​धरती का वह वीर पुत्र था, रण का एक उजास था,
अर्जुन का वह नन्हा सुपुत्र, पर साहस अतुल कपास था।
नहीं डरा वह कभी काल से, न युद्ध की ललकारों से,
अनजान था वह उस साजिश से, कपट भरे वादों से।
​छल का था ताना-बाना, साजिशों की बंदिशें जहाँ,
पर डरा नहीं वह बाल-वीर, गूँजी उसकी हुंकार वहाँ।
व्यूह चक्र का भेद दिया, जब बोला तीसरा पहर,
बढ़ता गया वह निडर-अचल, बन शत्रुओं के सिर पर कहर।
​पीछे मुड़कर देखा उसने, कोई न दिखा अपना सज्जन,
था अकेला वह निर्भय बालक, फिर भी अडिग रहा मन।
रथ वालों को, घोड़े वालों को, एक-एक कर धूल चटाई,
साहस के उस महा-समर में, शत्रुओं को हार दिखाई।
​देख पराक्रम उस बालक का, दुर्योधन तब घबराया,
कपटी मन में अधर्म जगा, सातों महारथियों को बुलवाया।
"लड़ो एक संग सारे मिलकर, मत छोड़ो इस पांडव को आज,
प्रण लिया है मैंने रण में, इसका वध करना अनिवार्य आज!"
​गूँज उठी जब छल की बातें, सातों ने एक संग वार किया,
अस्त्र-शस्त्र सब काट दिए, बालक पर न कोई दया किया।
पर कहाँ हार मानने वाला था, वह वीर-श्रेष्ठ अभिमन्यु महान,
जब टूटी ढाल और छूटे अस्त्र, तब जागा रण का नया मान।
​उखाड़ लिया रथ का ही पहिया, हवा में दिया घुमाए,
सातों महारथी थर-थर काँपे, जब पहिया उसने तान उठाए।
पर पीछे से कपट-वार कर, स्वयं को सर्वश्रेष्ठ बताया,
छल से गिराया उस बालक को, पर वह बालक नहीं घबराया।
​अंतिम साँस, अंतिम कतरे तक, वह रणभूमि में डटा रहा,
कौरव दल के हर अभिमानी का, झूठा मस्तक कटा रहा।
कहना जाकर मेरे पिता से, उनका पुत्र बलवान था,
लड़ा आपके मान की खातिर, जब तक प्राण में प्राण था!

vanshsingh118873

*રાધાને કહ્યું કોઈએ કાનમાં,*
*તું શું ભાળી ગઈ "કાન" માં!*

hardik89

ગાડરિયો પ્રવાહ 🐑..⬅️..🐑...⬅️..🐏

હા.હુંય અલગ ચરવાનું જાણું છું,
ઘેટાને જોઈ ચરતા ઘણું જાણું છું.

એક જ ખેતરમાં મિષ્ટાનને માણું છું,
પ્રવાહ ગાડરિયાથી અલગ ભાણું છું.

દિશા પવનથી અલગ જવા જાણું છું,
ગાડથી જુદા ઘણા રસ્તાઓ જાણું છું.

તણાવાની બીકે પ્રવાહથી પર માણું છું,
નથી પડવાનું કૂવામાં એટલુંતો જાણું છું,

ચારવાનું ગાડરીયાને નાનેથી જ જાણું છું,
સગડ ભાળતાંજ "ગોપ" આઘો ભાગું છું.

હા.હુંય અલગ ચરવાનું જાણું છું....🐏..➡️..✅
(તસવીર:- પ્રતિકારત્મક)

- ગોપાલ સરૈયા

saraiya80gmailcom

ઝરમર ઝરમર વરસે વરસાદ, તન મન તડપાવે તારી યાદ.
ગરજે છે વાદળ આસમાનમાં , કરે છે તારા નામનો સાદ.

ભીની ભીની આ માટી મહેકે,
મોર, પપૈયા ને કોયલ ચહેકે,
કરે છે વૃક્ષો, સંગ સંગ ઉન્માદ,
કરે છે તારા નામનો સાદ.......

ટીપે ટીપે તારી યાદો છલકાય છે,
પલળ્યા વિના મન ભીંજાય છે,
આ તે કેવો છે પ્રણયનો સ્વાદ,
કરે છે તારા નામનો સાદ........

સુની આ રાતો ને સુના છે દિવસો,
"વ્યોમ" પરથી અમી છાંટા વરસો,
થશે પૂરો હવે આ મિલનનો સંવાદ,
કરે છે તારા નામનો સાદ...........

ઝરમર ઝરમર વરસે વરસાદ, તન મન તડપાવે તારી યાદ.
ગરજે છે વાદળ આસમાનમાં , કરે છે તારા નામનો સાદ.

✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી) અંજાર. મુ. રાપર.

omjay818

Mr Meat Horror Game Full Story In Hindi Coming Soon

vihanbakshi008153

सुरमई निगाहों में अधखिली कली होगी
दिलजलों को लूटने कोई चंचला चली होगी ।

सुरमई निगाहों में झील सी लहर होगी
बूँद बूँद पीने वास्ते प्यास उम्र भर होगी ।

सुरमई निगाहों में प्यार का नशा होगा
चाहतों के साये में इक शहर बसा होगा ।

सुरमई निगाहों में आपका करम होगा
मुस्कुरा के यूँ न देखिए प्यार का भरम होगा ।


@सर्वाधिकार सुरक्षित-डाॅ.विजय प्रताप शाही

vijaypshahi

🎂imran 🎂

imaranagariya1797

Do You Know that anything that causes conflicts in the home should be thrown away?

Read more on: https://dbf.adalaj.org/ynv4cl55

#relationshiptips #relationshipadvice #DadaBhagwanFoundation #doyouknow #facts

dadabhagwan1150

प्रतिक्षा - क्षणिका विधा


प्रेम में तेरी प्रतिक्षा, सदियों सी हैं |
नेत्र में तेरी स्मृति, धुंधली सी हैं |
मन में तेरी कुतुहल, पतझड़ सी हैं |
तन में तेरी हलचल, मझधार सी हैं |
स्पर्श में तेरी सुरसुरी, पत्थर सी हैं |
हृदय में तेरी अनुपस्थित, बंजर सी हैं |
श्वास में तेरी अनुकंपा, शिथील सी हैं |
कदाचित.., पुन: मिलन की आश में
मैं शून्य, मौन बैठा हूँ !
केवल तुम्हें देखने ||

©_® शेखर खराड़ी
तिथि-१५/७/२०२६

shekharkharadi6923

#श्रावण
🌱अळूची ताकातली भाजी
श्रावण महिन्यात या भाजीला खुप महत्व असते
वेगवेगळ्या प्रसंगी कार्यक्रमात जेवणात अळूची भाजी हवीच
🌱नेहेमी अळूच्या भाजीत चिंच घातली जाते
ज्यामुळे त्याचा खाजरेपण कमी होते
व खाताना खवखवत नाही
मी ईथे ताक वापरले जे चिंचेचे काम करते
व चवही छान येते

🌱साहित्य
एक लहान जुडी आळु
पाव वाटी तूर डाळ
अर्धी वाटी शेंगदाणे
एक वाटी आंबट ताक
कढीलिंब
चार लाल मिरच्या
फोडणीचे साहित्य
ओले खोबरे
दोन चमचे डाळीचे पीठ
गुळ मीठ चवीनुसार
काळा मसाला, हळद
काजु सात आठ

🌱कृती
अळू सोलून बारीक चिरुन घ्यावा
तूर डाळ व शेंगदाणे घालून कुकरला उकडून घ्यावा
🌱गार झाल्यावर त्यात दोन चमचे डाळीचे पीठ घालून चांगले घोटून घ्यावें

🌱एका पातेल्यात ही भाजी घालून
यात खोबरे, गुळ,हळद,मीठ, काळा मसाला, ताक व जरुरीपुरते पाणी घालून छान शिजवून घ्यावी

🌱एका छोट्या कढईत तेल घालून प्रथम थोडे काजु तळुन भाजीत मिसळावे (भाजीला शाही चव येते)

🌱हिंग मोहरी फोडणी करून
त्यात चार लाल मिरच्या व कढीलिंब घालून
फोडणी भाजीवर ओतावी
भाजी सारखी करून आणखी पाच मिनीटे गॅस वर ठेवावी

🌱 घरच्या ताकाला थोडी मलई असतेच त्यामुळें भाजी मलईदार होते

jayvrishaligmailcom

દુનિયાની દોડમાં ખોવાઈ જાય,
સપનાની શોધમાં થાકી જાય,
નામ-પ્રતિષ્ઠામાં ભટકી જાય,
પણ અંતે તો શું થાય?
હા, અંતે તો મળે એક જ જવાબ,
સુખના સરનામે એક ઘર મળી જાય,

સફળતાના શિખરો પર પહોંચી જાય,
એક ખાલીપો મનને કોરી ખાય,
અંતે થાકી ગયેલા પગલાં કહી જાય,
“ચાલ, હવે ઘરે પાછાં જઈએ...”

મનોજ નાવડીયા

manojnavadiya7402

दिल चाहता तो प्यार और हमदर्दी ही था
तूने रंजिशें परोसीं तो रंजिशें ही सही
मैंने ख़ुद में उतारी तेरी हर एक नैमत
तेरा आईना हूँ मैं, अब परहेज़ कैसा?
- Shilpy Aggarwal

shilpy

उसनें कह दिया मुझको सिर्फ़
अदद एक जिस्म की चाहत थी
ऐसा कहकर पाक प्यार पर मेरे
लगाई उसनें तोहमत थी

गजेंद्र

kudmate.gaju78gmail.com202313

📙ममता गिरीश त्रिवेदी ✍️ शीर्षक,🌹 बंदर के गले में मोतियों की माला 📿

mamtagirishtrivedi740648

Radha Krishna

skptech

કુદરત રુઠી છે...

તું રુઠે તો તને મનાવી લઉં,
હસાવી દઉં, ગળે લગાવી લઉં.
પણ આ કુદરત રુઠી બેઠી છે,
એને કહો હવે કઈ રીતે મનાવું?

આકાશના આંસુ થંભવાનું નામ નથી લેતા,
નદીઓ કિનારાનો સંબંધ ભૂલી ગઈ છે.
ધરતીના હૃદયમાં એવી પીડા જાગી છે,
કે દરેક ટીપું આજે ફરિયાદ બની ગયું છે.

પંખીઓના માળા વહેતા જોઉં છું,
ખેતરોના સપના ડૂબતા જોઉં છું.
કોઈની આંખોમાં આશા ઓગળે છે,
કોઈના ઘરનો દીવો બુઝાતો જોઉં છું.

શાયદ કુદરતનો ગુસ્સો વરસાદ નથી,
આપણા કર્મોનો જ પડઘો છે.
અમે વૃક્ષો કાપ્યાં, નદીઓ મેલી કરી,
આજે સમય આપણો હિસાબ લખે છે.

ચાલો, હવે શબ્દોથી નહીં,
સંવેદનાથી ધરતીને સ્પર્શીએ.
એક વૃક્ષ વાવીએ, એક નદી બચાવીએ,
અને કુદરતની માફી કર્મોથી માંગી લઈએ.

તું રુઠે તો તને મનાવી લઉં,
પણ આ કુદરત રુઠે...
એને કહો હવે કઈ રીતે મનાવું?
- શબ્દો_ની_પાર

jatinlad746528