Quotes by Jaya Jani TalaJa Jiya in Bitesapp read free

Jaya Jani TalaJa  Jiya

Jaya Jani TalaJa Jiya

@davejayaben809394


મહાન પિતા
----------------
જીવ આપીને જીવન ઘડનાર.
કેમ કરી ભૂલાય ?
જાત ખર્ચીને મકાન આપે.
આરામદાયી જિંદગી બનાવે.
એને કેમ કરી ભુલાય ?
ભૂખ્યા નહીં કદી સુવાડે,
જેના શ્રમથી ઘરમાં, અવનવા પકવાન રંધાય.
એ કેમ કરી ભુલાય ?
ટાઢ તડકો સહી મૌન થઈ જાય.
આપે સંતાનને હર ઋતુનું રક્ષણ.
એ રક્ષક કેમ કરી ભુલાય ?
માં'જેનાં પગલે હરદમ ચાલે.
એ પરિવારનો પરમેશ્વર. કેમ કરી ભુલાય ?
'માં'ચાલતાં શીખવે ઘૂંટણિયેથી પગભર.
પણ પિતા પગભર ઉભો રહેતાં શીખવે જીવનભર.
એ પિતા કેમ કરી ભુલાય?
પરિવારનું છત્ર છાયા કહેવાય. એ
"મહાન પિતા" કેમ કરી ભુલાય ?
🖊️જયા.જાની.તળાજા."જીયા"

Read More

બાળમજૂરી
----------------
લક્ષ રાખ્યું નહીં નાનપણમાં.
એમ જ ભણી થયા મોટા.
પરણી બન્યા,બાળ બચ્ચા વાળા.
આવી જવાબદારી મોટી.
કામે વળગાવ્યા નાનાબાળને.
ન ચિંતન કર્યું,ન અવલોકન કર્યું.
મેં મારી જિંદગી વેડફી.
હવે,બાળ મજૂરી કરાવી.
મારા જ બાળની જીંદગી.
હું વેરવિખેર કરું છું.
પિતા થઈને,શીદ આવું કરું છું.
છોડાવી બધા કામ બસ,!!
હવે તો,હું એને સ્કુલે જવા દઉં.
ભણી ગણી નોકરી કરે મારું બાળ.
એનું જીવન એળે નહીં જવા દઉં.
🖊️જયા.જાની.તળાજા."જીયા"

Read More

" મકરસક્રાંતિ "
-------------------
જોય અનાથ આકાશને,..
અવની અનીમેશ રોય, !!
કર્યું હશે આક્રંદ માણસે, ?
પક્ષીની જાત ખોય.
🖊️જયા.જાની.તળાજા."જીયા"

Read More

ચાહત
---------
હોય સૌ કોઈને,ચાની ચાહત.
આવે એના થી સવારની રંગત.
પીવા ચા,જો કોઈ હોય અંગત.
પીવા બેઠી ટોળી,ને બને જગત.
🖊️જયા.જાની.તળાજા."જીયા"

Read More

વિયોગ
ઓચીંતો આવ્યો અતીત,
આંગણે અમારે.
લાવી સ્મૃતિ સ્મરણની,
સંપત્તિ ચિત અમારે.
લાવી હેડકી હાસ્ય,
હૈયે અમારે.
વ્યાપેલો હતો,,
વૈભવ વિયોગનો.
વિસરાયો આજ મન અમારે.
🖊️જયા.જાની.તળાજા."જીયા"

Read More

ઓચીંતો આવ્યો અતીત,આંગણે અમારે.
લાવી સ્મૃતિ સ્મરણની,સંપત્તિ ચિત અમારે.
લાવી હેડકી હાસ્ય, હૈયે અમારે.
વ્યાપેલો હતો,,વૈભવ વિયોગનો.
વિસરાયો આજ મન અમારે.
🖊️જયા.જાની.તળાજા."જીયા"

Read More

"ચા યમલોકમાં"
---------------------
આવ તું મારી કબર પાસે.
આવજે ચાની કીટલી સાથે.
હશે,ચા માત્ર એક કીટલી.
અમને લાગશે સાગર જેટલી.
હું પીઈશ ને.........
પાઈશ યમલોકમાં બધાને.
ચા.... ચા....ચા.....
🖊️જયા.જાની.તળાજા."જીયા"

Read More

જીવનમાં મેં,ભોગવી ઐયાશી.
ન ફાવે મને,મોતની ઐયાશી.
હું ભર નિંદ્રામાં, ને ઘર આખું મટકું ન મારે.
જયા.જાની.તળાજા."જીયા"

Read More

"બા ની બંદગી"
------------------
સૌના જીવનમાં હતાશા છવાઈ.
પડી હતી એ રાત,ને ખૂબ લંબાઈ ગઈ.
બોલતી નહીં,બા બચત એમ કરતી.
નવાં નવાં કપડા બાળકોને,
ને બાની સાડી,થીગડે વીંટાઈ ગઈ.
ધૂવે કપડાં બા,બધાનાં બગલાની પાંખ જેવાં.
કીમિયો એનો,લાગે સાડીને,સાબુનાં સપોતરા દેવાં.
અપનાવ્યું પોતે જીવન સંઘર્ષ વાળુ,
ને બાળકોને દોલત આપી ગઈ..
હયાત હતી,હેત વાળી બા.
એક હતું કુટુંબ,ને મમતા નેક હતી.
ભારુને ભેગા રાખતીને,ભવ એમ ભાંગતી.
બા ગયાં,બારણાં ગયાં,સૌ મૌકળા થયાં.
હતી અકબંધ ભીંત,ને ત્યાં બાની છબી મુકાઈ ગઈ.
ગીતાનાં પાઠ,બા વહેલી સવારે વાંચતી.
અમને સૌને લાગતી,એ પ્રાર્થના કરતી.
બાનાં ગયા પછી,એની દિવ્યતા સમજાઈ ગઈ.
કર જોડી,કરતાં કુટુંબની પ્રાર્થના બા સાથે મળી.
બા ગયા,ને બંદગી બદલાઈ ગઈ.
પ્રભુની સ્તુતિને બદલે,બાની ધૂન ગવાય ગઈ.
બા,માતૃદેવ બની દિલમાં છવાઈ ગઈ.
ને,બાને શ્રાધ્ધામાં ભાવાંજલિ અપાઈ ગઈ.
🖊️ જયા.જાની.તળાજા."જીયા"

Read More

" ચા ના રિસામણાં "
-----------------------
ચા તો, રોજ પીવાતી.
પણ,કિંમત એની ના થાતી.
લીધા ચા એ,રિસામણા.
અનેક ઉપાયથી,.....
થવા લાગ્યા ચા નાં મનામણાં.
કાશ,!આજ ચા,માફક આવી જાય.
સંતોષ ચા પીધા નો છવાય જાય.
🖊️ જયા.જાની.તળાજા. "જીયા"

Read More