🙏🏻🙏🏻હસમુખભાઈ અને દમયંતીબેન બન્ને પોતાની દીકરીને સમજાવી રહ્યા હતા કે બેટા દીકરી પરણ્યા પછી સાસરે શોભે પિયરમાં નહીં.તને ખબર તો છે કે પરણિત દીકરી વધુ સમય પિયરમાં રહે તો લોકો કેવી કેવી વાતો કરે છે.
હસમુખભાઈ અને દમયંતીબેન બન્ને ભોળા જીવ અને સમાજ ની બીકે સમાજના રૂઢિચુસ્ત ખ્યાલો ને મનમાં ઠસાવી રાખેલા. દીકરી કહે, પિતાજી તમે સમજતા કેમ નથી. મારી મજબુરીને! હું ત્રણ થી ચાર વખત તમે સમજાવી તો ત્યાં ગઈ.મારી પણ તેમની સાથે રહેવાની ઈરછા છે. પરંતુ મારા સાસુ સસરા કે એમને પણ મારી પરવા નથી, રોજના નાની નાની બાબતોમાં ઝઘડાઓ મને ગાળો બોલવી.
હવે તો હદ થઈ ગઈ મને તે લોકો મારવા પણ લાગ્યા છે.હવે હું કરું તો પણ શું કરું? હું તેમને સમજું છું. પણ તેમની દહેજની લાલસા મારા હેત પર હાવી થઈ જાય છે.તે લોકો મારાથી છુટવા માંગે છે હવે હું જ બધાને છોડી દઈશ એવું થાય છે.
દમયંતીબેન પોતાની દીકરીને કહે બેટા એવું ચાલ્યા કરે સૌ સારું થઈ જશે. સમાજમાં તું અહિયાં રહીશ તો કેવી કેવી વાતો થશે.
બન્ને સમજાવી જ રહ્યા હોય છે ત્યાં ઘરની બાજુમાંથી એક અંતિમયાત્રા નીકળે છે. હસમુખભાઈ એ પુછતા માલૂમ પડ્યું કે કિશોરભાઈ નાં છોકરાની વહું એ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
હસમુખભાઈ અને દમયંતીબેન બન્ને ને ધ્રાસકો પડ્યો એ સાથે જ તેમના 'સમાજ પ્રત્યેના રૂઢિચુસ્ત ખ્યાલો તુટી ગયા'. અને પોતાની દીકરીને કહ્યું,, બેટા, તું તારે અહિયાં જ નિરાંતે રહે "તારે કશું જ છોડીને જવાની જરૂર નથી". આપણે તેમને સમજાવી ચુક્યા છે.તારી વાતને હું સમજી ગયો છું કાલે જ વકીલ દ્વારા ડિવોર્સ ની નોટિસ મોકલું છું તું એક નવી જીંદગીની શરૂઆત કર.
હસમુખભાઈ અને દમયંતીબેન એ પોતાનો નિણર્ય બદલતા જ દીકરીએ પણ પોતાનો અંતિમ નિર્ણય રદ કર્યો બધું જ છોડી દેવાનો.🦚🦚