આદમી છઈએ
નગુણા ને નઠારા, પણ નવાબી આદમી છઈએ,
શરારત પણ કરીએ કે ગુલાબી આદમી છઈએ.
ન ઉંડાઈ કદી માપી ન જાણ્યું ડૂબી જશું એમાં,
ગમ્યું એવું કર્યું સાચે રૂવાબી આદમી છાઈએ.
કદમ પડતા જ મયખાનું જરા જીવી ગયું'તું તો,
મહેફિલો સજાવી એ શરાબી આદમી છઈએ.
ચહેરો જો કદી નજરે પડે એનો સભામાં તો,
ઉઠે તલવાર સાથે એ નકાબી આદમી છઈએ.
ભલે શોધો બુરાઈઓ, મળે જાહેર કરજો ને,
નકામી આદતોની છે ખરાબી, આદમી છઈએ.
સમય પાછો ફરે એતો શક્ય લાગે અહીં સૌને,
મળી જાશે હવે સઘળું જવાબી આદમી છઈએ.
ભરી થાળો કરે ભોજન અહીં સંગાથ રાખીને,
કરે જે મિજબાની એ કબાબી આદમી છઈએ.
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ