એક ક્રિકેટની રમત પર, કેટલા આંસુ, કેટલું વ્હાલ છે,
ક્યારેય પૂછ્યું છે દેશના ખેડૂતને તમારો કેવા હાલ છે.
હજારો પૈસા ખર્ચી ભલે જોવો ક્રિકેટ વાંધો નથી મને,
કેમ ચૂપ છો ખેડૂતના અન્યાય પર બસ એ સવાલ છે.
આ તો સોદાગરો છે એ તો ગમે ત્યાં સોદો કરી લેશે,
દેશની પ્રજા રહે ગરીબ, એને તો ઘરે માલમમાલ છે.
ને આ રમતોના ચક્કરમાં સળગતા પ્રશ્ન જ ભૂલી ગયા,
તમાચો આપણા હાથે મારી છીએ, આપણા ગાલ છે.
મહાનાયક બનાવી દીધા તમે ક્રિકેટના ખેલાડીઓને,
મહાનાયક તો એ છે જવાનો, જે ભારતીના લાલ છે.
ચર્ચા ક્યારેય નથી થતી ગલ્લા પર વધતી બેકારીની,
જ્યાં જોવો ત્યાં ક્રિકેટનો શોર અને તેની બબાલ છે.
નેતાઓના છોકરા બેસી ગયા છે ઊંચા હોદ્દાઓ પર,
'મનોજ' નેતાઓના તળિયા પર ટકેલું ચમચાનું ભાલ છે.
મનોજ સંતોકી માનસ