The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"તમે બેય જરૂર પધારો". હમણાં નવરાત્રી માં અમારી જ્ઞાતીના રિવાજ મુજબ બેઠા ગરબા નાં આમંત્રણ તો આવાં હોય જ છે. કોઈ મિત્રને ઘેર પ્રસંગ હોય તો પણ. આ એક નવું આમંત્રણ (!!) હું સાથ બોપલ મેરીગોલ્ડ થી આગળ NAYARA પંપ માં પેટ્રોલ ભરાવવા ગયો. વ્હાઇટ બ્લાઉઝ પર કાળો કોટ એ રીતે પહેરેલી કે બસ્ટ ધ્યાન ખેંચે જ, એવી યુવતી માદક સ્મિત લહેરાવતી આવી. મને કહે પેટ્રોલ ભરાવે એને માટે ઇનામની સ્કીમ છે. મેં પૂછ્યું કે પેટ્રોલ કંપની તરફથી? તો કહે હા. એક સ્લીપમાં મારું નામ, ફોન નંબર લખ્યાં. પછી કહે ડ્રો માં આવશે. ત્રીજે જ દિવસે સવારે ફોન આવ્યો વ્યામી વેકેશન નો . કહે કે તમને પસંદ કર્યા છે, ચાર વ્યક્તિ માટે સિલેક્ટ જગ્યાઓ માં થી એક જગ્યાએ 4 દિવસ 5 રાત વેકેશન અથવા અમુક ડિનર અથવા અમુક મોંઘો ડિનર અને ટી સેટ (આવા બે પુત્રોના લગ્નમાં આવેલા પછી એમ જ કોઈને આપી દેવા પડેલા) મળશે. મેં પૂછ્યું પણ તો એ ત્રણ માંથી કયું? તો કહે અમુક હોટલમાં તમારે તમારી વાઇફ સાથે અમુક દિવસે સાંજે આવવાનું, ત્યાં ડિનર પછી ડ્રો થશે. મને શંકા ગઈ. એમ તો ખોટું બોલાય નહીં કે એ નથી કે બીજે રહે છે. એ સ્કૂટર થી થોડે દૂર જ બહાર ઉભેલી આ બાઈએ જોયેલી. કહે કે ના, વાઇફ સાથે જ આવવું. મેં મઝાક કરી કે કદાચ વાઈફ ને બદલે કોઈ ને લાવું તો? ( એ ભર યુવાનીમાં પણ નથી કર્યું. શક્ય જ નથી મારે માટે.) તો કહે ના, અમને ખ્યાલ આવી જ જશે કે તમારાં mrs છે. મેં "હું આવી મોડસ ઓપરેન્ડી જાણું છું, ટ્રેપ માં નહીં આવું " કરી ફોન મૂકી દીધો. બોપલ પોલીસ સ્ટેશનમાં પણ આવી સ્ત્રી અહીં ફરે છે એનો મેઇલ કર્યો. આ લોકો ડીનર માટે કોઈ હોટલમાં બોલાવે. કોઈ પણ રીતે તમારી પત્નીને તમારાથી જુદી પાડી દે. તમને એકલા બોલાવી કોઈ રીતે ફસાવે જેમ કે સ્ટેમ્પ પેપર પર લખી દો કે મારું મકાન આ ભાઈને નામે કરું છું અથવા એમને લેવાના નીકળતા પાંચ લાખ આપું છું કે ક્રેડિટ કાર્ડ હોય તો લિમિટ સુધીનું બધું અને બાકી રહે તે આ સ્ટેમ્પ પેપર પર. તમે પોલીસ ફરિયાદ કે કાયદાકિય કાર્યવાહી કરી શકો નહીં કેમ કે એમના લખાણમાં એવું નીકળે કે તમે જ દેવું કર્યું છે. સહીની ના પાડતા રહો તો તમારી પત્નીને બાનમાં રાખે. ભૂલે ચૂકે છોકરું ભેગું હોય તો એને પણ ગુમ કરી દે. વાચકો, આવા લેભાગુ લોકો પંપ પર ફરતા હોય છે એનાથી સાવધ રહો. એક કેમ ન સૂઝ્યું? એ કહે પેટ્રોલ કંપની નો ડ્રો છે તો અંદર ઓફિસમાં જઈ ખાત્રી કરવાનું? ઇન્ડિયન ઓઈલ કે શેલ માં સાચે ડ્રો હોય છે પણ એ દસ લીટર પેટ્રોલ ફ્રી સુધી. (એ સ્ત્રી આ AI જનરેટેડ ફોટા કરતાં વધુ આકર્ષક હતી. ભરેલા ગાલ. આ છોકરી કરતાં વધુ ભરેલી, ઉપર કહ્યું એમ ઉભાર તો.. હું પણ આ અંકલ જેવો નથી દેખાતો. ઈશ્વર કૃપા.)
ફુલ કહે છે મને ચૂંટો પુષ્પ ઊગે છે જ ચૂંટવા માટે. કળી ખીલે છે જ ખીલવા માટે. ખીલીને ત્યાં જ કરમાઈ જવું શેં? એને તો કોઈના હાથે ચૂંટાવું જ છે. કોમળ હાથે કે પવનથી, ક્યાંક રમવું છે એને મનથી. આતુર છે એને કોઈ સુંઘે ને ચૂમે, ફ્લાવરવાઝની શોભા બની ઝૂમે. ક્યારેક સુંદરીના અંબોડે કે વાળમાં ઝુલે નહીં તો તોરણ કે બુકે માં જાય ઘણા મૂલે નશીબ હોય તે દેવને થાય અર્પણ પણ આયખું એનું થોડી ક્ષણ. એ વાણીથી બોલી શકતું નથી, પણ એને બસ કરમાવું નથી. રંગ ને સુગંધ થી કહે છે મને તોડો છોડ પરથી લઈ અનંત સાથે જોડો. સુનીલ અંજારીયા
ક્યારેક અમારે બેંક ઓફ બરોડા માં ઓફિસરોએ ભીડ હોય ત્યારે ક્લાર્કનું કામ કરી લેવું પડતું. એ વખતના યુનિક ચેરમેને એને ફ્લેક્સી કાઉન્ટર નામ આપેલું. એમાં કેશ પણ લીધી છે. ઓફિસરોને ફ્લેક્સી કાઉન્ટર કરવા કહીએ તો જલ્દી માનતા નહીં. કોઈ કડકાઈ બતાવી જ નહીં, કરી પણ જાણે એવા ચીફ કે સિનિયર મેનેજરો કરાવી શકતા. પણ ક્લાર્કનું કામ પોતાના કામ સાથે કરવું સહુને ખૂંચતું. આજે એ જ મારી બેંક ઓફ બરોડામાં ગયો, ફિક્સ રિન્યુ કરાવવા. કંઈક પૂછ્યું તો કાઉન્ટર પર બેઠેલી કન્યાએ હિન્દીમાં જવાબ આપ્યો. એના ઉચ્ચારો પણ હિન્દીભાષી જેવા હતા. મેં પૂછ્યું કે એ ગુજરાત બહાર થી છે? કહે હા. મેં કેડર પૂછી કેમ કે ક્લાર્કસ ને મોટે ભાગે તેમના સ્ટેટ માં જ પોસ્ટિંગ મળે છે. એ કહે ડાયરેક્ટ ઑફિસર ઓન પ્રોબેશન . હવે પ્રોબ.ઓફિસરે સુપરવાઈઝરી કામ કરતા જવાનું ને શીખતા જવાનું એવું નથી. એને અમુક વખત કાઉન્ટર પર ક્લાર્ક તરીકે જ બેસાડે છે અને એનું કોઈ જુનિયર, JM I નો ઓફિસર ચેક કરતો હોય. બિચારા હવે તો એન્જિનિયરો , MBA બેન્કમાં ખાસ્સી અઘરી પરીક્ષા પાસ કરી ઓફિસર બને છે એને કાઉન્ટર પર ફિક્સ કોમ્પ્યુટરમાં જોઈ રેટ અને મુદત લખવાના, પાસબુક ભરવાની, એકાઉન્ટ ફોર્મ માં ફોટા લગાવી અમુક ભરવાનું, કેશિયર તરીકે કેશ લઈ મશીનમાં ફરર ફેરવી રિંગ બાંધવાની , એવાં ઘણાં ક્લેરિકલ કામ કરવાં પડે છે, પોતાના કામ સાથે. આ કન્યા મારી ફિક્સ રિન્યુ કરવા સાથે કોઈને મેન્ટેનન્સ માટે પૈસા મોકલવા હોય તો દાદા દાદી ન ચાલે કે એવો લીગલ પોઇન્ટ પણ સમજાવતી હતી, કોઈને બોબ કાર્ડ માટે અમુક માણસ પાસે આઇટી રિટર્ન વગેરે લઈ જવા સમજાવતી હતી. ઓફિસર સાથે ક્લાર્ક નું કામ. કહે 3 મહિના આ રીતે કરવું પડશે. ગ્રાઉન્ડ રિયાલિટી થી તૈયાર થઈ જાય પણ આમ એમબીએ ને કાઉન્ટર પર બેસી કોમ્પ્યુટરમાં એન્ટ્રી નાખતો જોઈ કશુંક અજુગતું ન લાગે? (Contingency માં ઠીક પણ સતત એ ક્લાર્ક નું કામ કરે એ ઠીક નથી લાગતું. બાકી કોઈ કામ નાનું નથી. પણ તમે જે મહેનત કરી અમુક અધિકારી માટેના જ કામ કરવા પસંદ થયા છો એને બદલે છેક દૂરથી પોસ્ટિંગ લઈ આવી આ કામ કરાવવાનું?) આ કન્યા રાજસ્થાન ની દિલ્હી તરફની બોર્ડર ના ટાઉન થી આવતી હતી. આજે ફિક્સ પાછળ નવી પાક્યા તારીખ લખીને કવરમાં આપતી કન્યા વીસેક વર્ષમાં ઇન્દ્રા નુયી , માધવી પુરી બુચ કે અરુંધતી ભટ્ટાચાર્ય (ex ચેરમેન, sbi) બને એવી શુભેચ્છાઓ.
ચાલો, ફરીએ સાન ફ્રાન્સિસ્કો, ઓટોમેટિક કાર માં. મારા પુત્રે ઓફિસથી હોટલ જવા ટેક્સી બોલાવી. બોલાવો એટલે તમારું એક્ઝેટ લોકેશન મોકલો. ડેસ્ટિનેશન મોકલો. ટેક્સી આવે એટલે આપણી BRTS કે એસ ટી પર લાઈટમાં અક્ષરો ફરે છે એમ નામ ફરે. . એ આવીને નજીક ઊભે એટલે ડ્રાઈવરની બાજુ કે પાછળની સીટમાં બેસી આગળ સ્ટાર્ટ નું બટન દબાવવાનું. ભૂત ચલાવતું હોય એમ ટેક્સી ચાલે. તમારે સ્ટીયરીંગ ને અડવાનું નહીં. નહીતો ઇમરજન્સી ગણી ઊભી જાય. ઓટોમેટિક સ્પીડ વધે, ઘટે. એમાં માણસ સ્કેન કરતું રડાર પણ હોય. મલ્હારની કાર ની આગળ ત્રણ કાર, એની આગળ માણસ ક્રોસ કરતો હતો એ કારના રડારમાં આવી ગયું. એક વખત ઓચિંતું કોઈક વચ્ચે આવ્યું તો કારે એવી કટ મારી કે પુત્રને થયું કે પેલો ઊડ્યો. એની કોણી થી સહેજ જ દૂરથી કાર સાંગોપાંગ નીકળી ગઈ! આવી એક દિવસ 20, બીજે દિવસે 35 કિમી રાઇડ કરી. જુઓ વિડિઓ
પુષ્પ ઊગે છે જ ચૂંટવા માટે. કળી ખીલે છે જ ખીલવા માટે. ખીલીને ત્યાં જ કરમાઈ જેવું શેં? એને તો કોઈના હાથે ચૂંટાવું જ છે. કોમળ હાથે કે પવનથી, ક્યાંક રમવું છે એને મનથી. કાં તો સુંઘો, કાં ફ્લાવરવાઝની શોભા બનાવો.. ક્યારેક સુંદરીના અંબોડે કે વાળમાં ઝુલે નહીં તો તોરણ કે બુકે માં જાય ઘણા મૂલે નશીબ હોય તે દેવને થાય અર્પણ પણ આયખું એનું થોડી ક્ષણ. એ વાણીથી બોલી શકતું નથી, રંગ ને સુગંધ થી કહે છે મને તોડો છોડ પર થી લઈ અનંત સાથે જોડો. સુનીલ અંજારીયા
અષાઢ પૂરો થવા આવ્યો પણ અંબર ગાજવાને બદલે તડકો વરસાવે છે. એ ઉપરથી એક હાસ્યરસિક કવિતા બનાવી છે. અષાઢી સાંજના અષાઢી સાંજના તડકો લાગે.. તડકો લાગે, ભૂમિ ધગતી લાગે.. અષાઢી સાંજના.. વીરાને ભાલે પરસેવો નીતરે.. રૂમાલ ભીંજે એનો વાંસો નીતરે.. અષાઢી સાંજના.. રસ્તો ધગે જાણે ડામર સળગે, ડામર સળગે આગ ચપ્પલ મૂકે.. અષાઢી સાંજના.. સુકાતાં વૃક્ષો જો પાણી માંગે.. પાણી પાણી.. ગળે ત્રોસ લાગે, અષાઢી સાંજના .. આભેથી ના કોઈ વાદળ વરસે, હાથ જોડી પેલો ખેડૂત કરગે.. અષાઢી સાંજના.. કાબર, કબૂતર મોર ક્યાં રે બોલે? રહીસહી ઘટાઓમાં એ છાયો ખોળે.. અષાઢી.. પ્રિયા અહીં ક્યાંથી પિયુ જોઈ લાજે.. મીટ માંડે ત્યાંતો તાપ આંખો આંજે.. અષાઢી.. 'આવ રે વરસાદ' સહુ સાથે બોલે, કાળાં વાદળ આ મેઘ તોળે, 'આ આવ્યો' કરતો જો મેઘો ગાજે, વરસું હમણાં, નહીં મારૂં નામ લાજે.. અષાઢી સાંજના તડકો લાગે.
બાણશંકરી મંદિર, બેંગલોર. ગઇકાલે બેંગલોર મ્યુનિ દ્વારા નવી શરૂ થયેલ દિવ્યદર્શન ટૂરમાં સવારથી સાંજ જઈ આવ્યો. તેમાં અંતિમ પડાવ આ મંદિર. અત્યંત ભીડભાડ વાળી જગ્યાએ. મંદિરમાં પણ માણસો માય નહીં એટલી ભીડ. અહીં માતાજી સામે દીવડા પ્રગટાવેલી થાળી ફેરવવાનું ખૂબ મહત્વ છે. કેમ એ ખબર નથી. પાછળ તરફ લંગર કે પ્રસાદ જેવું પણ હતું. હમણાં જ જાણ્યું કે એ દિવડાઓ લીંબુના અડધીયા ની છાલમાં પ્રગટાવેલા હતા અને હોય છે! અમુક મુશ્કેલીઓના નિવારણ માટે પ્રાર્થના કરવા કે કુંડળીમાં રાહુકાળ હોય એ દરમ્યાન રાહત માટે આ રીતે લીંબુની ફાડમાંથી ગર્ભ કાઢી એમાં તેલના દિવસ પ્રગટાવી અહીં માતાજી સમક્ષ આરતી થાય છે. ટુરની બીજી જગ્યાઓ પણ સરસ હતી. અત્યાર પૂરતા એ અંતિમ પડાવ બાણશંકરી મંદિરના જુઓ. બેંગલોર આવતા ધર્મપ્રેમી કે વયસ્ક લોકો આ BMTC ની દિવ્યદર્શન ટૂર ના લાભ અચુક લે.
બાણશંકરી મંદિર, બેંગલોર. ગઇકાલે બેંગલોર મ્યુનિ ની સર્વિસ, જે અહીં સારીગે નામ છે તેના દ્વારા નવી શરૂ થયેલ દિવ્યદર્શન ટૂરમાં સવારથી સાંજ જઈ આવ્યો. તેમાં અંતિમ પડાવ આ મંદિર. અત્યંત ભીડભાડ વાળી જગ્યાએ. મંદિરમાં પણ માણસો માય નહીં એટલી ભીડ. અહીં માતાજી સામે દીવડા પ્રગટાવેલી થાળી ફેરવવાનું ખૂબ મહત્વ છે. કેમ એ ખબર નથી. પાછળ તરફ લંગર કે પ્રસાદ જેવું પણ હતું. હમણાં જ જાણ્યું કે એ દિવડાઓ લીંબુના અડધીયા ની છાલમાં પ્રગટાવેલા હતા અને હોય છે! અમુક મુશ્કેલીઓના નિવારણ માટે પ્રાર્થના કરવા કે કુંડળીમાં રાહુકાળ હોય એ દરમ્યાન રાહત માટે આ રીતે લીંબુની ફાડમાંથી ગર્ભ કાઢી એમાં તેલના દિવસ પ્રગટાવી અહીં માતાજી સમક્ષ આરતી થાય છે. ટુરની બીજી જગ્યાઓ પણ સરસ હતી અને અમે વરથુર થી જઈ શકીએ એવી જગ્યાએ ન હતી. બધી દૂરદૂરની. ઇસ્કોન ટેમ્પલ પણ આ ટૂર વસંતનગર માં પ્રમાણમાં નવાં બનેલાં મંદિરે લઈ ગઈ. પેલું હમણાં કહેલું એ દરેક સ્ટેપ પર ઊભી હરે રામ.. હરે કૃષ્ણ.. વગેરે આખો મંત્ર બોલી 20 મિનિટમાં 108 પગલાં જવાનું એ ધતિંગ અહીં ન હતું. દર્શન પણ વધુ સારાં અને મૂર્તિઓ રત્નજડિત હતી. અત્યાર પૂરતા એ અંતિમ પડાવ બાણશંકરી મંદિરના જુઓ. બેંગલોર આવતા ધર્મપ્રેમી કે વયસ્ક લોકો આ BMTC ની દિવ્યદર્શન ટૂર ના લાભ અચુક લે.
ખાટુશ્યામજી નો ઉત્સવ અને ભજનસંઘ્યા અમારા પ્રેસ્ટિજ ટાવર, વર્તુર , બેંગલોર ખાતે. ખાટુશ્યામ નું એક નામ બર્બરીક હતું. એ ભીમ નો પૌત્ર હતો. એ હારી ગયેલાનો ઈશ્વર કહેવાય છે. "શીટ, કામથી ગયા" કે "એ.. હાથથી બાજી ગઈ" થાય ત્યારે એ ગમે ત્યાંથી બાજી સંભાળી લે છે એમ કહેવાય છે. મહાભારતનું યુદ્ધ પૂરું થતું ન હતું કારણ કે ખાટુશ્યામ કે બર્બરીક હારી રહેલા ના પક્ષે આપોઆપ જાય. ત્યારે શ્રીકૃષ્ણના કહેવાથી તેણે પોતાના શિર નો ભોગ આપી દીધેલો અને પછી યુદ્ધ પૂરું થયેલું. એમ પણ કહેવાય છે કે શ્રીકૃષ્ણ પછી એ નેક્સ્ટ કૃષ્ણ કે વિષ્ણુસ્વરૂપ છે. રાજસ્થાન સીકર પાસે એનું મોટું યાત્રાધામ છે. હું ગુડગાંવ સનસેટ પોઇન્ટ પર ટેકરી પર તેના મંદિરે ગયેલ. આ વસાહત મુખ્યત્વે અમારા "નોર્ધી" લોકોની છે😃 એટલે અહીં આવા ઉત્સવો થયા કરે છે. લોકો બેસતાં વર્ષની જેમ ઉત્તમ વસ્ત્રોમાં તૈયાર થઈને આવેલ. ભજનો સાથે એક સરખાં વસ્ત્રોમાં યુવતીઓ ડાન્સ પણ કરતી હતી. ભજન ની ચિયર ગર્લ્સ! પ્રસાદમાં કેળું, બુંદી લાડુ આપ્યાં પણ પછી મહાપ્રસાદ જમવાનું હતું જે મેં 450 કે 500 ની સંખ્યા જોઈ માંડી વાળેલ. શિવાનંદ આશ્રમમાં એક પ્રોગ્રામમાં યાદ રહી જાય એવો અનુભવ થયેલો એટલે. સાંજે 6 વાગે શરૂ થયું એનો પોણા નવે અંત દેખાતો ન હતો . કરો દર્શન ને કોઈ કામ બગડ્યું હોય તો પ્રાર્થના કરી જુઓ. Barbarika was a powerful warrior who vowed to support the losing side in any battle to maintain balance. He was later asked to sacrifice his head, which he willingly did, contributing to the Pandavas' victory in the war.
અત્યારના સંજોગોમાં ખાસ જોવા જેવી ફિલ્મ. હકીકત. ચીન નું આક્રમણ 1962 ઓક્ટોબર માં પત્યું ત્યાં સુધી હિન્દી ચીની ભાઈભાઈ આપણે રટતા રહેતા. બહુ ઓછાને ખબર છે કે એ વખતે આપણા ખરાબ દેખાવ પછી પણ ટૂંક સમયમાં લદાખ પચાવી પાડવા બીજો હુમલો થયો જે હવે સતર્ક સેનાએ હિંમતથી ખાળ્યો. એની વાત. બંકરો, લદ્દાખના ઊંચા પહાડોમાં બરફ વચ્ચે લડાઈ, એ લોકોની લાઇન બંધ કીડીઓની જેમ ફૂટી નીકળતી ટ્રુપ્સ અને આપણું ખડક પાછળ ખાલી રાયફલથી ફાયરિંગ, એ લોકો 25 ફૂટ દૂર હોય તો પણ પહેલું ફાયરિંગ ન કરવાની સૂચના ને એ લોકો સીધો બોમ્બ ફેંકે વગેરે. ચેતન આનંદ ની ફિલ્મ છે એટલે મઝા આવશે જ, ઉપરાંત આવી વોર ફિલ્મો હિન્દીમાં ખાસ બની નથી. એ વખતે, 70-71માં કલર ફિલ્મો આવી ગયેલી પણ આ ખાસ બ્લેક એન્ડ વ્હાઇટ જ રાખવામાં આવેલી, to tell the truth in black and white.ધર્મેન્દ્ર, બલરાજ સાહની વી. જરૂર જુઓ. આ યુ ટ્યુબ લિંક છે જેમાં 30. સેકન્ડની જાહેરાતોને કારણે પોણા ત્રણ કલાકની ફિલ્મ પોણા ચાર કલાક લે છે, બીજે જોવા મળે તો ચોક્કસ જુઓ. અત્યારે 50 વર્ષથી નીચેની પેઢીને આવું બનેલું ને આવી ફિલ્મ હતી એ જ ખબર નહીં હોય. https://youtu.be/PU9jtO2igLU?si=TmA9TeJ__ViCYSvn
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser