અહીં લાગે
નવાણિયા જ કુટાયા હતાં, જાદવ અહીં લાગે.
ઝુકેલી ગરદને ઊભો, મળી રાઘવ અહીં લાગે.
મળ્યો જયાં શ્રાપ યાદવ સાંબ કુંવરને, મુનિવરનો,
નમાવી શીશ માફી માંગતો દાનવ અહીં લાગે.
ભરેલો ગ્લાસ પકડીને ફરે આરામથી સામે,
જરા પીને ઢળી પડતો, હવે પાલવ અહીં લાગે.
ફરિયાદો બધી ભેગી કરી'તી, લાગ મળશે આજ,
રજુ કરવાની હતી ત્યારે, ફરી શૈશવ અહીં લાગે.
હ્રદય મંદિર હતું મારું પધાર્યા ભીતરે હરિને,
કરાવ્યાં આજ પગલાં ને , મળી ઉત્સવ અહીં લાગે.©
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૬/૦૪/૨૦૨૦