વાતો નો એક દોર જાણ્યો અમે.
તેનાં વર્તન અને વાણીમાં ફેર જાણ્યો અમે.
અમુક ખેંચાતા શબ્દોનાં ભાવ જાણ્યા અમે.
લીટી અમારી તેની નજરમાં ખોટી જાણી અમે.
કયારે કયાં પછડાટ ખાધી તે જાણી અમે.
છતાં ઉભાં થઈ ત્યાં જ રહ્યા તે જાણ્યું અમે.
નિઃશબ્દ તા નુ જ્ઞાન શું છે તે જાણ્યું અમે.
વેદનાં તો તોય મૌનમાં સમાણી જાણ્યું અમે.